• ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે
  • શ્રીલંકન ટીમે સિરીઝમાં 1-0થી અજેય સરસાઈ મેળવી છે
  • સિરીઝની હારથી બચવા માટે ત્રીજી મેચ જીતવી પડશે

ટીમ ઈન્ડિયાના ફેન્સે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં તેમની ટીમની આટલી ખરાબ હાલત થશે. ફેન્સે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ભારતીય ટીમ વનડે સિરીઝ જીતી શકશે નહીં. રથમ મેચ ટાઈ રહી હતી અને બીજી મેચમાં યજમાન ટીમે જીત મેળવી હતી, એટલે કે હવે ટીમ ઈન્ડિયાએ સિરીઝની હારથી બચવા માટે કોઈપણ ભોગે ત્રીજી મેચ જીતવી પડશે. પરંતુ હવે આ એટલું સરળ નથી અને તેનું કારણ ગૌતમ ગંભીરની વ્યૂહરચના છે જે T20 સિરીઝમાં ભારે પડી છે.

ગૌતમ ગંભીરની મોટી ભૂલ!

ODI સિરીઝમાં હેડ કોચ ગૌતમ ગંભીરની સૌથી મોટી ભૂલ ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડર સાથે ચેડા કરવાની હતી. બીજી ODIની વાત કરીએ તો, ગૌતમ ગંભીરે શિવમ દુબેને નંબર 4 પર મોકલ્યો, ત્યારબાદ તેણે અક્ષર પટેલને મેદાનમાં ઉતાર્યો અને શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓ 6 અને 7 નંબર પર બેટિંગ કરવા આવ્યા હતા.

ટીમ ઈન્ડિયાને થયું નુકસાન 

પ્રથમ વનડેમાં પણ ગૌતમ ગંભીરે રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીના બેટિંગ ઓર્ડર સાથે છેડછાડ કરી ન હતી પરંતુ તે પછી તેણે વોશિંગ્ટન સુંદરને ચોથા નંબર પર ઉતાર્યો હતો. જેના કારણે ઐયર અને કેએલ રાહુલનો બેટિંગ ઓર્ડર નીચે સરકી ગયો. બેટિંગ કોમ્બિનેશનમાં ફેરફારના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું છે. હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે છેલ્લી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની રણનીતિ શું છે.

27 વર્ષ પછી હારનો ખતરો

ભારતીય ટીમ પર 27 વર્ષ બાદ શ્રીલંકામાં વનડે સિરીઝ હારવાનો ખતરો છે. ભારતને છેલ્લે 1997માં શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે અર્જુન રણતુંગાની આગેવાની હેઠળની શ્રીલંકન ટીમે ત્રણેય મેચોમાં સચિન તેંડુલકરની ભારતીય ટીમને હરાવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત અને શ્રીલંકા વચ્ચે 11 વનડે સિરીઝ રમાઈ છે અને તે તમામમાં ભારતીય ટીમે જીત મેળવી છે.

  • Follow us on: