- ભારતીય બેટ્સમેન અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામે લાજવાબ બેટિંગ કરી
- અભિષેકે એક ઓવરમાં 26 રન બનાવ્યા
- અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી
ભારતના યુવા બેટ્સમેન અને આઈપીએલમાં તોફાન મચાવનાર અભિષેક શર્માએ પોતાની નીડર બેટિંગથી ભારતીય ચાહકોને પોતાના દિવાના બનાવી દીધા છે. ઝિમ્બાબ્વે સામેની પહેલી ટી20માં 4 બોલમાં શૂન્ય પર આઉટ થયેલા આ યુવા ખેલાડીએ રવિવારે હરારેમાં રમાયેલી બીજી મેચમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું અને શાનદાર સદી ફટકારી હતી.
પહેલી ઓવરથી આક્રમક બેટિંગ
અભિષેકે પહેલી જ ઓવરથી જ આક્રમક બેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. અભિષેકે પ્રથમ ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. તેને બ્રાયન બેનેટના બીજા બોલ પર છગ્ગો ફટકારીને બતાવ્યું કે તે આજે કેવા મૂડમાં છે. આ પછી તેને 11મી ઓવરમાં ડીયોન મેયર્સની ઓવરમાં ખૂબ રન ફટકાર્યા. આ ઓવરમાં તેને 5 બોલમાં 26 રન બનાવ્યા હતા.
આ રીતે 26 રન બનાવ્યા હતા
જ્યારે મેયર્સે પહેલો બોલ ઋતુરાજ ગાયકવાડને નાખ્યો ત્યારે બોલ વાઈડ ગયો હતો. જેના પર ગાયકવાડે એક રન લઈને અભિષેકને સ્ટ્રાઈક આપી હતી. તેના પછીના બોલ પર અભિષેકે 2 રન લીધા હતા. ત્રીજા બોલ પર અભિષેકે બેટે ફોર ફટકારી. આ ચોગ્ગો ફટકાર્યા બાદ અભિષેક આત્મવિશ્વાસથી ભરપૂર બની ગયો હતો. તેણે આગલા બોલ પર ફરી એકવાર પોતાનું બેટ ખોલ્યું અને મેદાનની બહાર લાંબી સિક્સ મારીને પોતાની ફિફ્ટી પૂરી કરી. પછીના બોલ પર, તેને ફરીથી પુલ શોટ માર્યો અને શોર્ટ ફાઈન લેગ પર શાનદાર ફોર ફટકારી.
અભિષેકનું તોફાન જોઈને બોલરો વિકેટની ઉપર બોલિંગ કરવા આવ્યા, પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. અભિષેકે પાંચમા બોલ પર કવર પર છગ્ગો ફટકાર્યો. હવે છેલ્લા બોલનો વારો હતો. અભિષેક તેને છોડવાના કોઈ મૂડમાં હોય તેવું લાગતું ન હતું. તેને શોર્ટ થર્ડ તરફ ફોર ફટકારી. આ રીતે અભિષેકે 5 બોલમાં 26 રન બનાવ્યા. મેયર્સની આ ઓવરમાં કુલ 28 રન આવ્યા. અભિષેકની શાનદાર બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ માત્ર 11 ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો હતો.
શાનદાર સદી ફટકારી
અભિષેકે સતત પોતાની ગિયર બદલી અને તોફાની બેટિંગ કરી અને શાનદાર સદી ફટકારી. તેને 14મી ઓવરમાં સતત ત્રણ સિક્સ ફટકારી અને પોતાની સદી પૂરી કરી. અભિષેકે માત્ર 46 બોલમાં સદી ફટકારી હતી. આ પછી તે આગલા જ બોલ પર આઉટ થયો હતો. અભિષેકે 47 બોલમાં 212.77ની સ્ટ્રાઈક રેટ સાથે 7 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 100 રન બનાવ્યા હતા. તેની શાનદાર બેટિંગ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા હતા.
Image - X