• ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે બીજી મેચમાં જીત મેળવી
  • ભારતીય ટીમે બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું
  • બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ ઘણો ખુશ દેખાયો

ટીમ ઈન્ડિયાએ હરારેમાં ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. પ્રથમ T-20 મેચમાં શરમજનક પ્રદર્શન કરનાર ભારતીય ટીમે બીજી મેચમાં આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ આક્રમક બેટિંગ કરી અને 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 234 રનનો મોટો સ્કોર બનાવ્યો. જેનો પીછો કરતા ઝિમ્બાબ્વેની ટીમ 18.4 ઓવરમાં 134 રન જ બનાવી શકી અને 100 રનથી મેચ હારી ગઈ. આ શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો.

ગઈકાલ સુધી પ્રેશર હેન્ડલ કરી શકતા ન હતા

ગિલે મેચ બાદ કહ્યું- આજે હું ઘણો ખુશ છું. ટીમ ઈન્ડિયા માટે જીતના સિલસિલામાં વાપસી કરવી અદ્ભુત હતી. ગિલે વધુમાં કહ્યું કે પાવરપ્લેમાં બેટિંગ કરવી સરળ ન હતી. પાવરપ્લેમાં બોલ અહીં-ત્યાં ફરતો હતો, પરંતુ રૂતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માએ જે રીતે બેટિંગ કરી તે પ્રશંસનીય છે. ગઈકાલ સુધી અમારી યુવા ટીમ પ્રેશર હેન્ડલ કરી શકી ન હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા ખેલાડીઓ નવા છે, પરંતુ ટીમે આજે જે રીતે પ્રદર્શન કર્યું તે ઘણું સારું હતું.


'અમે પહેલાથી જ જાણતા હતા કે આજે શું થવાનું છે'

ગિલે આગળ કહ્યું- મારું માનવું છે કે પહેલી મેચમાં દબાણ હોવું સારું હતું. આજે અમને ખબર હતી કે શું થવાનું છે. મને આશા છે કે આવનારી મેચોમાં બેટ્સમેન આવું જ પ્રદર્શન કરશે. અમારી પાસે હજુ ત્રણ મેચ રમવાની છે અને અમે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

રેકોર્ડ બ્રેક જીત

ભારતની 100 રનથી જીત હરારેમાં ટીમ ઈન્ડિયાની અત્યાર સુધીની સૌથી મોટી જીત હતી. આ પહેલા ઝિમ્બાબ્વેની ટીમ 2018માં પણ ઓસ્ટ્રેલિયા સામે 100 રનથી હારી ગઈ હતી. હરારેમાં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ભારતીય ટીમે બનાવેલો આ સર્વોચ્ચ T20 આંતરરાષ્ટ્રીય સ્કોર હતો.

  • Follow us on: