• કોલંબોમાં શુક્રવારે રમાઈ હતી INDvsBAN ની મેચ
  • સૌમ્ય સરકાર આઉટ થતાં જ થઈ બબાલ
  • સુદર્શનેહાથ જોડીને મામલો શાંત કરવાની કોશિશ કરી

ભારત- પાકિસ્તાનની વચ્ચેની મેચ પર તમામ ક્રિકેટ ફેન્સની નજર રહે છે પણ હવે તો ભારત-બાંગ્લાદેશની મેચમાં પણ ગરમાગરમી જોવા મળી રહી છે. ભારતની સાથેની મેચમાં ખાસ કરીને બાંગ્લાદેશ તેના આક્રમક અંદાજ બતાવતા રહે છે. આ સ્થિતિ ફક્ત સીનિયર ટીમ જ નહીં પણ એમર્જિંગ અને અંડર-19 સુધી પણ પહોંચી છે. જ્યાં અનેકવાર ટક્કર જોવા મળે છે. શ્રીલંકામાં હાલમાં ચાલી રહેલી એમર્જિંગ એશિયા કપમાં પણ આવું જ જોવા મળ્યું છે. જ્યારે સેમિફાઈનલમાં ભારત-એ અને બાંગ્લાદેશ-એના ખેલાડીઓ વચ્ચે મેદાન પર જ બબાલ થઈ.

કોલંબોમાં શુક્રવારે રમાઈ હતી મેચ

કોલંબોમાં શુક્રવારે 21 જુલાઈએ આ મેચ રમાઈ હતી. અહીં બાંગ્લાદેશે બોલિંગ અને બેટિંગમાં શરૂઆત તો શાનદાર રીતે કરી પણ ધીરે ધીરે કરીને પોતાની ભૂલોથી મેચ પોતાના હાથમાંથી ખોવી દીધી. ટીમ ઈન્ડિયાએ આ જીતની સાથે ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું તો રવિવારે 23 જુલાઈએ તેને પાકિસ્તાનનો સામનો કરવો પડશે. આ મેચને લઈને ફેન્સમાં પણ ઉત્સાહનો માહોલ છે.

વિકેટ પડતાં જ થઈ ગરમાગરમી

ભારતીય ટીમે આ સેમિફાઈનલમાં ખરાબ શરૂઆત બાદ જબરદસ્ત વાપસી કરી હતી અને સાથે બાંગ્લાદેશની પાસેથી મેચ છીનવી હતી. ભારતીય બોલર્સ અને ફિલ્ડર્સે તેમાં ખાસ રોલ નીભાવ્યો. તેઓએ ન ફક્ત પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું પણ સાથે પોતાની આક્રમકતા અને બાંગ્લાદેશી ટીમ પર ખાસ પ્રભાવ પણ બનાવ્યો.

 

સૌમ્ય સરકાર આઉટ થતાં જ થઈ બબાલ

જ્યારે સૌમ્ય સરકાર આઉટ થયો તો ભારતીય ખેલાડી સાથે ચર્ચા કરવા લાગ્યો. ભારતીય સ્પિનર યુવરાજ સિંહ ડોડિયાના બોલ પર સૌમ્ય સરકારનો ખાસ કેચ નિકિન જોસેએ લીધો. ભારતીય ખેલાડી તેની ખુશી મનાવવા લાગ્યા અને તેમાં એક સૌમ્ય સરકારની પાસેથી પસાર થયો જેના બોલ પર બાંગ્લાદેશી બેટ્સમેન ભડક્યો. થોડી સેકંડમાં સૌમ્ય સરકાર અને ભારતીય ખેલાડી હર્ષિત રાણાની ઉગ્ર ચર્ચા પણ થવા લાગી.

 

સુદર્શને મામલો થાળે પાડ્યો

આ પહેલાની સ્થિતિ વધારે બગડે ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન સાંઈ સુદર્શન અને એમ્પાયરની વચ્ચે આવ્યા. સુદર્શને તો અનુભવી બાંગ્લાદેશી બેટ્સમેન સરકારને શાંત થવા અને પેવેલિયન પરત ફરવાની સલાહ આપી. સુદર્શને આ સમયે હાથ જોડીને મામલો શાંત કરવાની કોશિશ કરી. આખરે સૌમ્ય સરકારને પરત ફરવું પડ્યું.

યુવા ટીમ ઈન્ડિયાની જબરદસ્ત વાપસી

મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાની આ જીત ખાસ રહી હતી. એવું એટલા માટે કેમકે બાંગ્લાદેશ-એ ટીમમાં સૌમ્ય સરકાર સહિત અનેક એવા ખેલાડીઓ છે જેઓએ સીનિયર ટીમ માટે આંતરરાષ્ટ્રિય સ્તરે અનેક મેચ રમી છે. પોતે 30 વર્ષના સરકારે લગભગ 150 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જો કે આ મેચમાં તેઓ ફક્ત 5 રન જ બનાવી શક્યા હતા.

ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરીને ફક્ત 211 રન બનાવ્યા હતા અને તેમના કેપ્ટન યશ ઠુલે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. જવાબમાં નિશાંત સિંધુએ 5 વિકેટ લઈને બાંગ્લાદેશ-એ ને ફક્ત 160 રન પર સમેટી દીધું હતું અને ભારતે 51 રનથી મેચ જીતી લીધી.

  • Follow us on: