- ટીમ ઈન્ડિયાએ સુપર-8ની પોતાની પ્રથમ મેચ જીતી
- ટીમ ઈન્ડિયાનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત
- સુપર-8માં ભારત તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે
ટીમ ઈન્ડિયાએ સુપર-8ની પોતાની પ્રથમ મેચ જીતી લીધી છે. ભારતીય ટીમ આજે બાંગ્લાદેશ સામે બીજી મેચ રમશે. આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ જશે. જ્યારે સુપર-8માં રોહિત સેના તેની છેલ્લી મેચ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમશે. પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ગમે તે નંબર પર હોય, આઈસીસીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે રોહિત સેના ભારતીય સમય અનુસાર 27 જૂને ગયાનામાં સેમીફાઈનલ રમશે.
સુપર-8માં પહોંચેલી તમામ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રૂપની ટોપ-2 ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ગ્રુપ-1ની ટોપર ટીમનો મુકાબલો બીજા ગ્રુપની બીજા ક્રમની ટીમ સાથે થશે. બીજા ગ્રૂપની ટોપર ટીમનો મુકાબલો પ્રથમ ગ્રૂપમાં બીજા ક્રમે આવનારી ટીમ સાથે થશે. જો કે ICCએ નિર્ણય લીધો છે કે ટીમ ઈન્ડિયા બીજી સેમીફાઈનલ રમશે.













