- એશિયન ગેમ્સ 2023નો આજે સાતમો દિવસ
- ભારતે શૂટિંગ ઇવેન્ટ્સમાં સિલ્વર મેડલ જીત્યો
- ભારતે અત્યાર સુધી 8 ગોલ્ડ સહિત 34 મેડલ જીત્યા
એશિયન ગેમ્સમાં ભારત માટે સાતમો દિવસ ઘણો મહત્વનો છે. આજે આપણા બોક્સર, ટેનિસ ખેલાડીઓ, શટલર્સ તેમજ સ્કેટર એક્શનમાં જોવા મળશે. અગાઉ છઠ્ઠા દિવસે ભારતે બે ગોલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ સહિત કુલ આઠ મેડલ જીત્યા હતા. હાલમાં, ભારત 34 મેડલ સાથે પોઈન્ટ ટેલીમાં ચોથા સ્થાને છે અને આ સાથે જ 8 ગોલ્ડ, 14 બ્રોન્ઝ અને 12 સિલ્વર છે.
ભારતને સિલ્વર મેડલ મળ્યો
શૂટિંગઃ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ગોલ્ડ મેડલ મેચમાં ભારતના સરબજોત સિંહ અને દિવ્યાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઇનલમાં, યજમાન ચીનની જોડીએ તેમને 14-16ના નજીકના માર્જિનથી હરાવ્યું. સરબજોત સિંહે 10.2, 10.3, 10.3 અને 10.5 જ્યારે દિવ્યાએ 9.5, 10.2, 10.0, 9.9 પોઈન્ટ મેળવ્યા હતા.
ભારતે પ્રથમ સેટ જીત્યો
વોલીબોલઃ ભારતીય મહિલા ટીમે કોરિયા સામે પૂલ મેચના પ્રથમ સેટમાં 25-23થી જીત મેળવી છે.
એથ્લેટિક્સમાં મેડલની આશા વધી
મુરલી વિજયશંકર અને જેસન એલ્ડ્રિન પુરુષોની લાંબી કૂદની ફાઇનલમાં પહોંચ્યા હતા. અજય કુમાર સરોજ અને જિનસન જ્હોન્સને પુરુષોની 1500 મીટર હીટ્સની ફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યોતિ યારાજી અને નિત્યા રામરાજ પણ મહિલાઓની 100 મીટર હર્ડલ્સની ફાઇનલમાં રમશે. એથ્લેટિક્સની આ તમામ મેડલ ઈવેન્ટ્સ આવતીકાલે એટલે કે રવિવારે રમાશે.
રોલર સ્કેટિંગ
પુરુષોની સ્પીડ સ્કેટિંગ 1000 મીટર ફાઇનલમાં, આનંદકુમાર વેલકુમાર 15:40.978ના સમય સાથે છઠ્ઠા સ્થાને રહ્યો, જ્યારે સિદ્ધાંત રાહુલ કાંબલે 15:57.944ના સમય સાથે સાતમા સ્થાનેરહ્યો.
અજય અને જોન્સન ફાઇનલમાં પહોંચ્યા
અજય કુમાર સરોજ પુરુષોની 1500 મીટર હીટ 1માં બીજા સ્થાને રહ્યો. 3:51.93ના સમય સાથે તે ફાઈનલ ઈવેન્ટ માટે ક્વોલિફાઈ થઈ ગયો છે. આ જ ઈવેન્ટમાં અન્ય એક ભારતીય એથ્લેટ જિનસન જોન્સને પણ ભાગ લીધો હતો, તે પણ ફાઇનલમાં પહોંચી ગયો છે.