- ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ત્રીજી મેચ રમાશે
- T20 સીરિઝની ત્રીજી મેચ ગુયાના ખાતે રમાશે
- ભારતની હાર પર 17 વર્ષનો રેકોર્ડ તૂટશે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી T20 સીરિઝની ત્રીજી મેચ આજે ગુયાનામાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને હાર બાદ મોટું નુકસાન થઈ શકે છે. જે સાથે જ ભારતનો 17 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી શકે છે.
7 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની T20 સીરિઝની ત્રીજી મેચ આજે, 8 ઓગસ્ટે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા સીરિઝની પહેલી બે મેચ હારી ચૂકી છે. બીજી તરફ જો આજે પણ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી T20 હારી જશે તો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે.
હાર્દિકના નામે બનશે શરમજનક રોકોર્ડ
ટીમ ઈન્ડિયાએ છેલ્લા 17 વર્ષમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઓછામાં ઓછી ત્રણ મેચોની કોઈ સીરિઝ ગુમાવી નથી. ટીમ ઈન્ડિયાને છેલ્લીવાર 2006માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઓછામાં ઓછી ત્રણ મેચોની સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આજે પણ જો ટીમ ઈન્ડિયા ત્રીજી મેચ હારી જશે તો આ 17 જૂનો રેકોર્ડ તૂટી જશે. આજની હાર બાદ હાર્દિક પંડ્યાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ શકે છે.
ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે
T20 સીરિઝની પહેલી બે મેચમાં સતત હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમ ત્રીજી મેચની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થઈ શકે છે. ભારતનો વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન શરૂઆતની બંને મેચમાં નિષ્ફળ રહ્યો હતો. ઓપનિંગમાં રમતા ઈશાને પ્રથમ મેચમાં 6 રન અને બીજી મેચમાં 27 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ત્રીજી મેચમાં ઈશાનની જગ્યાએ યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી શકે છે. જયસ્વાલે ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ટી-20 ઈન્ટરનેશનલમાં ઈશાન કિશનનું પ્રદર્શન આવું હતું
ઈશાને 14 માર્ચ, 2021ના રોજ ઈંગ્લેન્ડ સામે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તે 29 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ મેચોની 29 ઈનિંગ્સમાં બેટિંગ કરતા ઈશાને 24.50ની એવરેજ અને 121.63ના સ્ટ્રાઈક રેટથી 686 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 4 અડધી સદી નીકળી છે, જેમાં તેનો હાઈ સ્કોર 89 રન છે.