ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ત્રીજી મેચ 8 ઓગસ્ટે એટલે કે આજે રાતે 8 વાગે શરૂ થશે અને ટોસ 7.30 વાગે થશે.
ક્યાં રમાશે આ મેચ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચેની ત્રીજી ટી20 મેચ ગુયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા બીજી મેચ પણ આ મેદાન પર રમાઈ હતી અને તેમાં ભારતીય ટીમ 2 વિકેટે હારી હતી.
બેટ્સમેન માટે પિચ અનુકૂળ નહીં
ઉલ્લેખનીય છે કે ગુયાનાની પીચ ધીમી છે અને તે બેટિંગ માટે અનુકૂળ નથી. હાર્દિક પંડ્યાએ રવિવારે બીજી મેચ હાર્યા બાદ કહ્યું કે ભારતે 10-20 વધુ રન શોધવાના રહેશે.
ટીવી પર કેવી રીતે જોઈ શકાશે લાઈવ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચેની ટી20 મેચ ટીવી પર ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ જોઈ શકાશે. આ સિવાય જિયોસિનેમા અને ફેન કોડ એપ પર પણ જોઈ શકાશે.
ભારત - વેસ્ટ ઈન્ડિઝ ટી20 ઈન્ટરનેશનલ હેડ ટૂ હેડ
બંને ટીમોએ અત્યાર સુધી 27 ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેમાં ભારતીય ટીમે 17 અને વેસ્ટ ઈન્ડિઝે 9 મેચ જીતી છે. હેડ ટૂ હેડની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝ કરતા ટીમ ઈન્ડિયા ઘણી આગળ છે.
ભારતની સંભવિત પ્લેઈંગ 11
હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજૂ સેમસન, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, યશસ્વી જાયસ્વાલ, ઉમરાન મલિક, આવેશ ખાન.
વેસ્ટ ઈન્ડિઝની સંભવિત પ્લેઈંગ 11
નિકોલસ પૂરન (વિકેટકીપર), રોવમેન પોલ (કેપ્ટન), બ્રેંડન કિંગ, કાઈલ મેયર્સ, જોનસન ચાર્લ્સ, શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલ્ઝારી જોસેફ, ઓબેડ મેકોય, ઓડેન સ્મિથ, શાઈ હોપ, ઓશાને થોમસ, રોસ્ટન ચેસ.