• આવતીકાલે ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રીજી T-20 મેચ
  • વેસ્ટ ઈન્ડીઝ સીરિઝમાં 2-0થી આગળ
  • આવતીકાલે ભારતે જીતવી પડશે મેચ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T-20 સીરિઝની શરૂઆતની બંને મેચમાં વેસ્ટ ઈન્ડીઝની જીત થઈ છે. પ્રથમ મેચમાં મેજબાન વેસ્ટ ઈન્ડીઝે 4 રને મેચ જીતી હતી, જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઈન્ડીઝની 2 વિકેટે જીત થઈ છે. આ જીત સાથે વેસ્ટ ઈન્ડીઝ સીરિઝમાં 2-0થી આગળ થયું છે. હવે આ સીરિઝની ત્રીજી મેચ આવતીકાલે ગુયાનામાં રમવામાં આવશે.

ભારતીય ટીમે ત્રીજી મેચ જીતવી પડશે

હવે આ T-20 સીરિઝને જીવીત રાખવા માટે ભારતીય ટીમને કોઈ પણ સંજોગોમાં ત્રીજી મેચ જીતવી પડશે. સાથે આ મેચને લઈ વેધર રિપોર્ટ જોવામાં આવે, તો મેચ દરમિયાન વરસાદ થવાની સંભાવના છે. ત્રીજી T-20 મેચમાં તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની આશા છે. સાથે 24 ટકા વરસાદ થવાની સંભાવના છે.

ભારતીય બેટ્સમેનોએ નિરાશાનજક પ્રદર્શન કર્યું

આ T-20 સીરિઝની પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમની હાર માટે સૌથી મોટું કારણ બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 145 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી, જ્યારે બીજી મેચમાં 20 ઓવરમાં ટીમ ઈન્ડિયા 152 રન જ બનાવી શકી હતી. જેથી ત્રીજી T-20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની સંભાવના છે.

જયસ્વાલ કરી શકે ડેબ્યૂ

સંજૂ સેમસન શરૂઆતી બંને મેચમાં સારૂં પ્રદર્શન કરી શક્યો નહતો. જેથી યશસ્વી જયસ્વાલનું ત્રીજી મેચમાં ડેબ્યૂ જોવા મળી શકે છે. આ ઉપરાંત બોલિંગમાં ઉમરાન મલિકને અર્શદીપ સિંહની જગ્યાએ ટીમમાં સ્થાન મળી શકે છે.

  • Follow us on: