• પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે ભારતની કારમી હાર
  • સાઉથ આફ્રિકા WTC પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને
  • WTC પોઈન્ટ ટેબલમાં ભારત પાંચમાં સ્થાને

ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને ઈનિંગ અને 32 રને હરાવ્યું. જો કે આ હાર બાદ ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં મોટો ઝટકો લાગ્યો છે. આ સાથે જ આ જીત બાદ સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકા પછી પાકિસ્તાન બીજા ક્રમે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની મેલબોર્ન ટેસ્ટમાં પાકિસ્તાની ટીમની હાલત સારી નથી. જો પાકિસ્તાની ટીમને મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડે છે, તો તે નિશ્ચિત છે કે પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નીચે સરકી જશે.

WTC પોઈન્ટ ટેબલમાં કેટલો ફેરફાર થયો?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકાના 12 પોઈન્ટ છે. જ્યારે આ ટીમના ટકાવારી પોઈન્ટ 100 ટકા છે. આ પછી પાકિસ્તાન 3 મેચમાં 22 પોઈન્ટ અને 61.11 ટકા પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડ 2 મેચમાં 12 પોઈન્ટ અને 50 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ પછી બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશના 2 મેચમાં 12 પોઈન્ટ અને 50 ટકા પોઈન્ટ છે. ભારતીય ટીમ 3 ટેસ્ટ મેચમાં 16 પોઈન્ટ અને 44.44 ટકા પોઈન્ટ સાથે પાંચમા સ્થાને સરકી ગઈ છે.

WTCમાં વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ક્યાં છે?

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ તેમ છતાં કાંગારૂઓની હાલત સારી નથી. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના 6 ટેસ્ટ મેચમાં 30 પોઈન્ટ અને 41.69 ટકા પોઈન્ટ છે. સ્ટ ઈન્ડિઝ 2 ટેસ્ટ મેચમાં 4 પોઈન્ટ અને 16.67 ટકા પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. ઈંગ્લેન્ડ 5 ટેસ્ટ મેચમાં 9 પોઈન્ટ અને 15 ટકા પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. આ પછી શ્રીલંકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.

  • Follow us on: