ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રવાના થતા પહેલા મીડિયાને સંબોધિત કર્યું. જેમાં તેણે ટીમ ઈન્ડિયા, રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિચારસરણી પર ઘણા મોટા નિવેદન આપ્યા હતા. તેણે કેએલ રાહુલના ફોર્મ પર પણ કંઈક મહત્વનું કહ્યું.
ગૌતમ ગંભીરની આ પ્રેસ કોન્ફરન્સ બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર સંજય માંજરેકરે એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે. સંજય માંજરેકરે તો ત્યાં સુધી કહ્યું કે ગૌતમ ગંભીરને વાત કરતા નથી આવડતી, તેની જગ્યાએ રોહિત કે અગરકરને આ કામ માટે મોકલવા જોઈએ.
સંજય માંજરેકરનું વિવાદાસ્પદ ટ્વિટ
સંજય માંજરેકરે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તરત જ ગૌતમ ગંભીર પર સવાલો ઉઠાવ્યા હતા. માંજરેકરે ટ્વીટ કરીને લખ્યું, 'ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સ જોઈ. ગૌતમ ગંભીરને આવી વાતોથી દૂર રાખવો એ બીસીસીઆઈ માટે યોગ્ય નિર્ણય હશે. તેમને પડદા પાછળ જ કામ કરવા દો. તેની (ગંભીર) પાસે ન તો તેમની સાથે વાત કરવા માટે યોગ્ય શબ્દો છે કે ન તો યોગ્ય રીતભાત. રોહિત અને અગરકર મીડિયા સાથે વાત કરવા યોગ્ય છે.
ગૌતમ ગંભીર નિશાના પર છે
સંજય માંજરેકરે જે રીતે ગૌતમ ગંભીર પર ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા છે તેના પરથી લાગે છે કે વિવાદ થશે. માંજરેકર ઘણીવાર સોશિયલ મીડિયા પર આવી વાતો કરે છે. આ પહેલા તેણે રવિન્દ્ર જાડેજા પર પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. હવે તેણે ગૌતમ ગંભીરની ટીકા કરી છે.
ગૌતમ ગંભીર હાલમાં નિશાના પર છે
ગૌતમ ગંભીર હાલમાં નિશાના પર છે કારણ કે તેના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ તેના જ ઘરે ટેસ્ટ શ્રેણી 0-3થી ગુમાવી હતી. ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાનું આવુ પ્રદર્શન હતું. હવે ગૌતમ ગંભીર બોર્ડર-ગાવસ્કર સિરીઝનો સામનો કરી રહ્યો છે, જ્યાં જો પરિણામ ટીમ ઈન્ડિયાની તરફેણમાં નહીં આવે તો તેની આડ અસર ગૌતમ ગંભીર પર પડી શકે છે.