• સૂર્યકુમાર યાદવે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો
  • T20Iમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો
  • સૂર્યકુમાર 13 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો

T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવ્યું હતું. વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે એક બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું. તેને 'પ્લેયર ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો. સૂર્યાએ આ મેચમાં રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો.

સૂર્યકુમાર યાદવે રોહિત શર્માને પાછળ છોડ્યો

વાસ્તવમાં, સૂર્યકુમાર T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીતવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે આ મામલે રોહિતને પાછળ છોડી દીધો હતો. રોહિતે 12 ટાઇટલ જીત્યા છે. જ્યારે સૂર્યાએ 13 એવોર્ડ જીત્યા છે. આ મામલે વિરાટ કોહલી ટોપ પર છે. કોહલીએ 15 ટાઇટલ જીત્યા છે. મોહમ્મદ નબી બીજા નંબર પર છે. નબીએ આ એવોર્ડ 14 વખત જીત્યો છે. રસપ્રદ વાત એ છે કે સૂર્યાએ આ માટે સૌથી ઓછી મેચ રમી છે. તેણે 54 મેચમાં 13 વખત આ ખિતાબ જીત્યો હતો.

સૂર્યકુમાર યાદવે કેપ્ટન ઇનિંગ્સ રમી

નોંધનીય છે કે વર્લ્ડકપ 2023ની ફાઈનલ બાદ પ્રથમ વખત ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો એકબીજા સામે મેદાનમાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 208 રન બનાવ્યા હતા. તેના માટે સ્ટીવ સ્મિથે 54 રનની ઇનિંગ રમી હતી. જોશ ઈંગ્લિશએ સદી ફટકારી હતી. તેણે 110 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 8 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ દરમિયાન સૂર્યકુમારે 42 બોલમાં 80 રન બનાવ્યા હતા. તેણે 9 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. અડધી સદી ફટકારી હતી. ઈશાન કિશને પણ ફિફ્ટી ફટકારી હતી. તેણે 58 રન બનાવ્યા હતા.

ભારતે સીરીઝમાં 1-0ની લીડ મેળવી

ભારતે પાંચ મેચની સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે શ્રેણીની બીજી મેચ 26 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. આ પછી ત્રીજી મેચ 28 નવેમ્બરે અને ચોથી મેચ 1લી ડિસેમ્બરે રમાશે. આ શ્રેણીની છેલ્લી મેચ 3 ડિસેમ્બરે રમાશે.


  • Follow us on: