ભારત -બાંગ્લાદેશની વચ્ચે ભારતીય સમયાનુસાર મેચ બપોરે 1.30 વાગે શરૂ થશે. મંગળવારે સતત વરસાદ થઈ રહ્યો છે. એવામાં શક્ય છે કે હવામાન બુધવારે સાફ રહે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આ સમયે જે રીતનો માહોલ છે એવુ થવું મુશ્કેલ છે. બુધવારનું અનુમાન જોઈએ તો વરસાદની શક્યતા લગભગ 20 ટકાની છે.
દિવસના સમયે વરસાદની શક્યતા 20 ટકા
Weather.Comના આધારે બુધવારે એડિલેડમાં દિવસે લગભગ 20 ટકા વરસાદ રહેશે જ્યારે સાંજે આ સંખ્યા 50 ટકા રહેશે. બુધવારે દિવસે 16 ડિગ્રી અને રાતે 10 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ટી 20 વર્લ્ડ કપમાં અનેક મેચ વરસાદના કારણે કેન્સલ થયા છે. તેના કારણે પોઈન્ટ ટેબલ પર પણ અસર થઈ છે. એવામાં ટીમ ઈન્ડિયા માટે વરસાદ મુશ્કેલી બનીને ન આવે અને સેમિફાઈનલની સફર સરળ બને.
વરસાદથી મેચ રદ્દ થશે તો શું થશે
ટીમ ઈન્ડિયા હાલ સુધી 3 મેચ રમી ચૂકી છે અને 2માં જીત મેળવી છે તો 1 માં હારની સાથે તેના 4 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયા આ સમયે ગ્રૂપ 2માં બીજા નંબરે છે. ભારત- બાંગ્લાદેશની મેચ ડ્રો થાય છે ત્યારે બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. ભારતના આ સમયે 4 મેચમાં 5 પોઈન્ટ થશે. ભારતની સાથે સાથે બાંગ્લાદેશની સ્થિતિ પણ આવી છે. જો વરસાદ થશે તો 4 મેચમાં 5 પોઈન્ટ મળશે અને બંને ટીમ બરાબરી પર થશે.
ટી20 વર્લ્ડકપમાં બંને ટીમના સ્ક્વોડ
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કે એલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડી
શ્રેયસ ઐય્યર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાઝ, શાર્દુલ ઠાકુર
બાંગ્લાદેશની ટીમ
શાકિબ અલ હસન (કેપ્ટન), નૂરુલ હસન, અફીક હુસૈન, ઈબાદત હુસૈન, હસન મહમૂદ, લિટન દાસ, મેહદી હસન મિરાજ, મુસ્તફિઝુર રહમાન, નજમુલ હુસૈન શંતો, શોરિફુલ ઈસ્લામ, સૌમ્ય સરકાર, મોસાદિક હુસૈન, નસુમ અહમદ, તસ્કીન અહમદ, યાસિર અલી ચૌધરી.
સ્ટેન્ડબાય ખેલાડી
મોહમ્મદ સૈફુદ્દીન, મહેદી હસન, રિશાદ હુસૈન, સબ્બીર રહમાન.