• BCCIએ તમામ ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટનની કરી જાહેરાત
  • વનડે સીરિઝની કેપ્ટનશીપ શિખર ધવનને સોંપાઈ
  • પૃથ્વી શૉ,બિશ્નોઈ અને ઉમેશ યાદવે શેર કરી ઈન્સ્ટાપોસ્ટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ મુલાકાત માટે ભારતીય ટીમની પસંદગી કરી લીધી છે. ભારત ટી20 વિશ્વ કપની સમાપ્તિ બાદ ન્યૂઝીલેન્ડની યાત્રા કરશે, જ્યાં તે 5 મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરીઝ રમશે. આ પછી 3 મેચની વનડે સીરીઝ પણ રમાશે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ ટીમ બાંગ્લાદેશની યાત્રા કરશે જ્યાં તે 3 મેચને માટે વનડે સીરીઝ રમશે. આ મેચ 2023 વનડે વર્લ્ડકપ માટે ટીમ નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. આ બંને મેચ માટે કેટલાક એવા ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી નથી જેમને મોટી આશા હતી. એવામાં ફેન્સની સાથે સાથે આ ખેલાડીઓએ સોશિયલ મીડિયાની મદદથી પોતાની નિરાશા જાહેર કરી છે.

આ ખેલાડીઓ થયા નારાજ

પૃથ્વી શૉ, સરફરાઝ ખાન, નીતિશ રાણા, ઉમેશ યાદવ, હનુમા વિહારી, રવિ બિશ્નોઈ આ એવા નામ છે જે બંને દેશની મુલાકાત દરમિયાન કોઈ પણ ફોર્મેટમાં જગ્યા બનાવી શક્યા નથી. પૃથ્વી શૉઓ ઘરેલૂ સફેદ બોલની મેચમાં અનેક રન બનાવ્યા છે તો સરફરાઝ બાંગ્લાદેશમાં મજબૂત દાવેદાર હતા. મિડિલ ઓર્ડરમાં અજિંક્ય રહાણેએ રિપ્લેસમેન્ટના બદલે તેમને લેવાય તેવી શક્યતા છે. એવામાં આ ખેલાડીઓની ટીમમાં જગ્યા ન બની હોવાથી ફેન્સ નારાજ જોવા મળી રહ્યા છે.


પૃથ્વી શૉઓ રણજી ટ્રોફીમાં 6 મેચમાં 355 રન બનાવ્યા હતા અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 7 મેચમાં તેઓએ 47.50 ની સરેરાશ અને 191.27ના સ્ટ્રાઈક રેટથી 285 રન બનાવ્યા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ શૉ ટીમ ઈન્ડિયામાં જગ્યા ન બનાવી શકવાથી નિરાશ છે. તેમની નિરાશા ઈન્સ્ટા સ્ટોરીમાં જોવા મળી રહી છે. તેઓએ સાંઈબાબાનો ફોટો શેર કર્યો છે અને કેપ્શન આપ્યું છે કે મને આશા છે કે તમે બધું જોઈ રહ્યા હશો.

આ સિવાય ઉમેશ યાદવ, રવિ બિશ્નોઈ અને નીતિશ રાણાની ઈન્સ્ટા સ્ટોરી પણ કહી રહી છે કે ટીમમાં જગ્યા ન મળવાથી આ ખેલાડીઓ નિરાશ છે. નીતિશ રાણાએ ઈન્સ્ટાસ્ટોરીમાં લખ્યું છે કે આશા - ભરોસો રાખો, દર્દ દૂર થશે. તો રવિ બિશ્નોઈએ સ્ટોરીમાં લખ્યું છે કે વાપસી હંમેશા ઝટકાથી વધુ મજબૂત હોય છે. ઉમેશ યાદવે સ્ટોરીમાં લખ્યું છે કે શક્ય છે કે તમે મને મૂર્ખ બનાવી શકો છો પણ ભગવાન તમને ધ્યાનથી જોઈ રહ્યા છે, ધ્યાન રાખજો.


રોહિત શર્મા બાંગ્લાદેશમાં વનડે અને ટેસ્ટ સીરીઝમાં ટીમની અધ્યક્ષતા કરશે. સ્ટાર બેટ્સમેન કોહલી અને અશ્વિન પણ બાંગ્લાદેશ માટે ટીમમાં પરત આવશે. ભારત 3 વનડે અને 2 ટેસ્ટ રમશે. આ મુલાકાત 4 ડિસેમ્બરથી શરૂ થશે. આ પહેલીવાર છે જ્યારે બીસીસીઆઈએ એક જ સમયે 4 ટીમની જાહેરાત કરી છે.  

  • Follow us on: