- બુધવારે રમાશે IND vs BANની મેચ
- રોહિત શર્મા કરશે ટીમને લીડ
- દિનેશ કાર્તિક ફિટ નહીં હોય તો પંત રમશે
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બુધવારે એક ખાસ મેચ રમાશે. ભારતની નજરે આ મેચ ખાસ બની રહેશે કેમકે સાઉથ આફ્રિકાના વિરોધમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને માટે પણ સેમીફાઈનલમાં પહોંચવા માટે આ મેચને જીતવી જરૂરી છે. બાંગ્લાદેશ સામે રમ્યા બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેની સામે 6 નવેમ્બરે રમશે. ભારતે સરળતાથી સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરવું છે તો આ બંને મેચ જીતવી જરૂરી છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાના વિરોધમાં મેચમાં ભારતે ટીમમાં કેટલાક ફેરફાર પણ કર્યા હતા પણ તે ખાસ કમાલ કરી શક્યા નથી.
ઋષભ પંત હજુ પણ પોતાનું સ્થાન ટીમમાં શોધી રહ્યા છે













