• સેમ કુરન-ક્રિસ વોક્સની બે-બે વિકેટ
  • ગ્લેન ફિલિપ્સના 62, કેન વિલિયમસનના 40 રન
  • ગ્રુપ-1માં ઇંગ્લેન્ડ પાંચ પોઈન્ટ સાથે બીજા ક્રમે પહોંચ્યું

T20 વર્લ્ડકપ 2022માં સુપર-12 રાઉન્ડના 21માં મુકાબલામાં ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને 20 રને હરાવ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી સેમ કુરન અને ક્રિસ વોક્સે બે-બે વિકેટ લીધી હતી, જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે 62 અને કેન વિલિયમસને 40 રન બનાવ્યા હતા. આ જીત સાથે ઇંગ્લેન્ડ ગ્રુપ-1માં બીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે ન્યુઝીલેન્ડ હાર છતાં પહેલા ક્રમે યથવાત રહ્યું છે. 

ન્યુઝીલેન્ડને જીતવા 180 રનનો ટાર્ગેટ 

સુપર-12 રાઉન્ડમાં આજના બીજા મુકાબલામાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 179 રન બનાવ્યા હતા અને ન્યુઝીલેન્ડને જીતવા 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન જોસ બટલરે સૌથી વધુ 73 રન ફટકાર્યા હતા જ્યારે એલેક્સ હેલ્સે 40 બોલમાં દમદાર 52 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ફર્ગ્યુસને બે જ્યારે સાઉથી-સેન્ટનર-સોઢીએ એક-એક વિકેટ ઝડપી હતી.

ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય 

T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડના 21માં મુકાબલામાં ઇંગ્લેન્ડનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં ઇંગ્લેન્ડના સુકાની જોસ બટલરે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ન્યુઝીલેન્ડને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

બંને ટીમની પ્લેઇંગ 11: 

ઇંગ્લેન્ડ:

જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), એલેક્સ હેલ્સ, ડેવિડ મલાન, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, માર્ક વુડ

ન્યુઝીલેન્ડ:

ફિન એલન, ડેવોન કોનવે (વિકેટકીપર), કેન વિલિયમસન (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ


  • Follow us on: