• ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-4ની અંતિમ મેચ
  • કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • શ્રેયસને ટીમમાં ન મળ્યું સ્થાન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપના સુપર-4ની અંતિમ મેચ કોલંબોમાં રમવામાં આવી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મેચમાં ભારતીય ટીમમાં 5 ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવને પ્રથમ વખત આ ટૂર્નામેન્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. જો કે, પ્લેઈંગ 11માં ટીમના અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યરને ફરી સ્થાન મળ્યું નથી.

શ્રેયસ અય્યરને આ કારણે ન મળ્યું સ્થાન

એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી મેચ પહેલાં શ્રેયસ અય્યરને કમરમાં ઈજા પહોંચી હતી. જેના કારણે અંતિમ સમય પર તે પ્લેઈંગ ઈલેવનથી બહાર થયો હતો. જે બાદ શ્રીલંકા વિરુદ્ધ મેચમાં પણ શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું નહતું. બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ પહેલાં અય્યર નેટમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. જેથી અંદાજ લગાવવમાં આવતો હતો કે, આજની મેચમાં અય્યરને ટીમમાં સ્થાન મળશે, પરંતુ અય્યરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી.

શ્રેયસ મેચ માટે હજુ ફિટ નથી

મળતી માહિતી મુજબ, શ્રેયસ અય્યરની સ્થિતિ અત્યારે ખુબ સારી છે, પરંતુ હજુ તે મેચ માટે 100 ટકા ફિટ નથી. જેથી હવે અય્યર સીધો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી સીરિઝમાં જોવા મળી શકે છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન(વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા

બાંગ્લાદેશ- લિટ્ટન દાસ(વિકેટકીપર), તંજીદ હસન, અનામુલ હક, શાકિબ અલ હસન(કેપ્ટન), તૌહીદ હૃદોય, શમીમ હુસૈન, મેહદી હસન મિરાજ, મહેદી હસન, નસુમ અહમદ, તંજીમ હસન સાકિબ, મુસ્તફિઝુર રહમાન

  • Follow us on: