• શ્રેયસ અય્યરની ફિટનેસને લઈ મોટું અપડેટ સામે આવ્યું
  • BCCIએ અય્યરની ફિટનેસને લઈ આપ્યું અપડેટ
  • અય્યર અત્યારે થઈ ગયો છે ફિટ

પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં શ્રેયસ અય્યર ભારતીય પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહતો. જે બાદ આજે શ્રીલંકા વિરુદ્ધ મેચમાં પણ અય્યરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે, ત્યારે તમામ ક્રિકેટ ફેન્સના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, અય્યર ક્યાં સુધીમાં ફિટ થશે? હવે આના પર BCCIએ અપડેટ આપ્યું છે. સાથે જ BCCIએ જણાવ્યું કે, અય્યર શ્રીલંકા વિરુદ્ધ પ્લેઈંગ ઈલેવનનો ભાગ કેમ નથી?

BCCIએ અય્યરની ફિટનેસ અંગે શું કહ્યું?

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર છે. BCCI અનુસાર શ્રેયસ અય્યર અત્યારે ફિટ છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ કોઈ પ્રકારનું રિસ્ક લેવા માંગતું નથી. જેથી શ્રીલંકા વિરુદ્ધ શ્રેયસ અય્યરને ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. શ્રેયસ અય્યર પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં પણ ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં રમ્યો નહતો.

ભારત-શ્રીલંકા મેચમાં શું-શું થયું?

ભારતીય ટીમે પોતાના પ્રથમ સુપ-4 રાઉન્ડમાં પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. સાથે આજે કોલંબોમાં મેજબાન શ્રીલંકા સામે મેચ રમી રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ 49.1 ઓવરમાં 213 રન પર ઓલઆઉટ થઈ હતી. જેથી દાશુન શનાકાની ટીમને જીત માટે 214 રનનો ટાર્ગેટ મળ્યો હતો. શ્રીલંકા માટે ડુનિથ વેલ્લાલાગેએ સૌથી વધુ 5 વિકેટ લીધી છે, જ્યારે ચરિથ અસલંકાએ 4 અને મહેશ તીક્ષ્ણાએ 1 વિકેટ મેળવી છે.

  • Follow us on: