- એશિયા કપ બાદ શાહીન અફરીદી ફરી લગ્ન કરશે
- 21 સપ્ટેમ્બરે શાહીન અફરીદીએ રાખ્યું રિશેપ્શન
- આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ શાહીન અફરીદીએ કર્યા હતા લગ્ન
એશિયા કપ 2023 બાદ પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન અફરીદી ફરી એક વખત લગ્ન કરવા માટે તૈયાર છે. શાહીન પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહીદ અફરીદીની દીકરી સાથે લગ્ન કરી ચૂક્યા છે. હવે ફરી એક વખત તે અંશા સાથે લગ્ન કરશે. રિપોર્ટ અનુસાર, શાહીન અફરીદી એશિયા કપના ફાઈનલના 2 દિવસ બાદ એટલે 19 સપ્ટેમ્બરે બીજી વખત લગ્ન કરશે.
પ્રથમ લગ્નમાં માત્ર મિત્રો હાજર હતા
શાહીન અફરીદીના પ્રથમ લગ્નમાં માત્ર નજીકના સંબંધી અને મિત્રો જ સામેલ થયા હતા. જો કે, લગ્નમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ અને ઉપ-કેપ્ટન શાબાદ ખાન જેવા ખેલાડી જોવા મળ્યા હતા. હવે બીજી વખત શાહીન અને અંશા સારી રીતે પોતાના લગ્નનો જશ્ન મનાવવા માંગે છે. રિપોર્ટ્સ અનુસાર 19 સપ્ટેમ્બરે શાહીનની લગ્ન થશે અને 21 સપ્ટેમ્બરે રિશેપ્શન હશે. આ પહેલાં શાહીન અને અંશાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં નિકાહ કર્યા હતા.
એશિયા કપમાં રમી રહ્યો છે શાહીન
શાહીન અફરીદી અત્યારે એશિયા કપ માટે શ્રીલંકામાં છે. ટૂર્નામેન્ટમાં સુપર-4 મેચ રમવામાં આવી રહી છે. જેની પ્રથમ મેચ પાકિસ્તાનમાં રમવામાં આવી હતી. બાકી તમામ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમવામાં આવશે. પાકિસ્તાનની ટીમ આગામી મેચ 10 સપ્ટેમ્બરે ભારત વિરુદ્ધ રમશે. એશિયા કપમાં અત્યારે શાહીન સૌથી વધુ વિકેટ લેવા મામલે ત્રીજા નંબરના બોલર છે.
ભારત-પાક.મેચ માટે રાખવામાં આવ્યો રિઝર્વ ડે
ઉલ્લેખનીય છે કે, ગ્રુપ સ્ટેજમાં રમવામાં આવેલી ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ થઈ હતી. સાથે સુપર-4માં પણ બંને વચ્ચે રમાનારી મેચ પર વરસાદનું સંકટ છે. જેથી એશિયન ક્રિકેટ કાઉન્સિલે ભારત-પાકિસ્તાનની મેચ માટે રિઝર્વ ડે નક્કી કર્યો છે.