• પાકિસ્તાને ભારત વિરુદ્ધ બનાવ્યો હતો પ્લાન
  • પાક.ના ફાસ્ટ બોલર્સે ભારતનો ટોપ ઓર્ડર ધ્વસ્ત કર્યો
  • ભારતના મુખ્ય ખેલાડીઓ નજીવા સ્કોરે આઉટ થયા હતા

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે પૂર્ણ થઈ શકી નથી. જેથી આ મેચ રદ કરવામાં આવી છે. ભારતે પહેલાં બેટિંગ કરીને 266 રન બનાવ્યા હતા. જે બાદ પાકિસ્તાની ટીમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી શકી નહીં. પાકિસ્તાની ટીમે ભારત વિરુદ્ધ ખાસ તૈયારી કરી હતી. શાહીન અફરીદીએ ભારતીય ઈનિંગ બાદ આના પર પ્રતિક્રિયા આપી છે. આ મેચમાં શાહીને 4 વિકેટ લીધી છે. તેમણે વિરાટ અને રોહિત શર્માને આઉટ કર્યા હતા.

શાહીને પાકિસ્તાનનો પ્લાન જણાવ્યો

શાહીને ભારતીય ઈનિંગ બાદ કોહલી-રોહિતની વિકેટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અમારો પ્લાન નવી બોલ સાથે રમવાનો હતો. મને લાગે છે કે, વિરાટ અને રોહિતની વિકેટ ખુબ મહત્વની હતી. જો કે, મારા માટે તમામ બેટ્સમેન બરાબર છે. રોહિતની વિકેટ લીધી તે મને વધુ સારૂં લાગે છે. અમારા ફાસ્ટ બોલર્સનો પ્લાન કરી ગયો. નવી બોલ સ્વિંગ અને સીમ થાય છે, પરંતુ બોલ જુની થયા બાદ રન બનાવવા સરળ બને છે.

શાહીન અને રફફે ભારતના ટોપ બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કર્યો

પાકિસ્તાના ફાસ્ટ બોલર શાહીન અને હારિસ રફફે ભારતના ટોપ બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કર્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 22 બોલ પર 11 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતને શાહીને બોલ્ડ કર્યો હતો. વિરાટ પણ 7 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીને પણ શાહીને બોલ્ડ કર્યો હતો. શુભમન ગિલ 32 બોલ પર 10 રન બનાવીને આઉટ થયો હતો. શુભમનને હારિસ રઉફે બોલ્ડ કર્યો હતો. શ્રેયસ અય્યર 14 રન બનાવીને આઉટ થયો હતો. અય્યરને પણ રઉફે આઉટ કર્યો હતો.

હાર્દિક-કિશને સંભાળી હતી ઈનિંગ

ભારત માટે હાર્દિક પંડ્યા 90 બોલ પર 87 રનની મહત્વની ઈનિંગ રમ્યો હતો. પંડ્યાને શાહીન અફરીદીએ આઉટ કર્યો હતો. ઈશાન કિશન 81 બોલ પર 82 રનની ઈનિંગ રમ્યો હતો. જેને રઉફે આઉટ કર્યો હતો. પાકિસ્તાન માટે શાહીને 10 ઓવરમાં 35 રન આપીને 4 વિકેટ લીધી હતી, જ્યારે રઉફે 9 ઓવરમાં 58 રન આપીને 3 વિકેટ લીધી હતી. પાકિસ્તાનના નસીમ શાહે પણ 3 વિકેટ લીધી હતી.

  • Follow us on: