- રાજકોટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત
- ભારતે ઈંગ્લેન્ડને 434 રનના જંગી માર્જિનથી હારાવ્યું
- ઐતિહાસિક જીત બાદ WTC પોઈન્ટ ટેબલમાં ફાયદો
ભારતે રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રનના વિશાળ માર્જિનથી હરાવીને પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. રાજકોટ ટેસ્ટ બાદ ટીમ ઈન્ડિયાને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં પણ ફાયદો થયો છે. તે જ સમયે, ઇંગ્લેન્ડની ટીમને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025માં ભારે નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે ભારતે અત્યાર સુધી WTCમાં સાતમાંથી પાંચ જીત નોંધાવી છે. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમને તેની પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. એક તરફ ભારતીય ટીમને રાજકોટ ટેસ્ટમાં જીતનો ફાયદો મળ્યો તો બીજી તરફ ઈંગ્લેન્ડને હાર બાદ ભારે નુકસાન સહન કરવું પડ્યું.
WTC પોઈન્ટ ટેબલમાં ભારતને ફાયદો
ભારતે રાજકોટ ટેસ્ટ જીતીને ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં ટોપ-2માં સ્થાન મેળવ્યું છે. ન્યુઝીલેન્ડની ટીમ 75ની ટકાવારી સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે ભારતીય ટીમ 59.52ની ટકાવારી સાથે બીજા સ્થાને પહોંચી છે. આ દરમિયાન ભારતે 7 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેને 4માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝ સામેની એક મેચ ડ્રો રહી હતી. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ 8મા સ્થાને સરકી ગઈ છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. તેઓ હાલમાં 10 મેચમાં 6 જીત અને 3 હાર બાદ 55ની ટકાવારી ધરાવે છે.
સ્લો ઓવર રેટ બદલ ઈંગ્લેન્ડને નુકસાન
ટેસ્ટમાં ધીમી ઓવરો નાખવાને કારણે ઈંગ્લેન્ડની ટીમને 19 પોઈન્ટનું નુકસાન થયું છે. જે બાદ તે પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડની હાલમાં 21.87 પોઈન્ટ ટકાવારી છે. જે બાદ માત્ર શ્રીલંકાની ટીમ આ ટીમથી નીચે છે. હવે ઈંગ્લેન્ડની ટીમનું ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે.
ભારતે રાજકોટ ટેસ્ટમાં ઐતિહાસિક જીત નોંધાવી
ભારતે રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. જે બાદ ટેસ્ટમાં રનના મામલે ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે. આ પહેલા 2021માં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે 1934 પછી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની આ બીજી સૌથી મોટી હાર છે. આ પહેલા 1934માં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 562 રનથી હરાવ્યું હતું. યોગાનુયોગ, ટેસ્ટ મેચમાં ઇનિંગ્સની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી જીત પણ રાજકોટના મેદાન પર જ મળી હતી. જ્યારે 2018માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ઈનિંગ અને 272 રનથી હરાવ્યું હતું.