• ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું
  • ટેસ્ટ ઈતિહાસમાં ભારતની સૌથી મોટી જીત
  • ટીમ ઈન્ડિયા સીરીઝમાં 2-1થી સરસાઈ મેળવી

ટીમ ઈન્ડિયાએ રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રને હરાવ્યું હતું. રનની દૃષ્ટિએ ભારતની આ સૌથી મોટી ટેસ્ટ જીત હતી. ઈંગ્લેન્ડની આ બીજી સૌથી મોટી હાર હતી. ઈંગ્લેન્ડની ટીમ તેની બેઝબોલ વ્યૂહરચના માટે ખૂબ જ પ્રખ્યાત હતી. પરંતુ રાજકોટમાં ટીમ ઈન્ડિયાની સામે બધું ફ્લોપ થઈ ગયું. ઈંગ્લેન્ડની હારના ત્રણ મહત્વના કારણો હતા. યશસ્વી જયસ્વાલ તેનું એક કારણ બન્યો હતો. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ માટે એક પણ ફિફ્ટીની ભાગીદારી થઈ ન હતી. તેની હારનું આ પણ એક મહત્વનું કારણ હતું.

યશસ્વીની બેવડી સદીએ ઈંગ્લેન્ડને હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ 430 રન બનાવીને બીજી ઈનિંગ ડિકલેર કરી હતી. તે માટે યશસ્વીએ બેવડી સદી ફટકારી હતી. તેણે 236 બોલનો સામનો કરીને અણનમ 214 રન બનાવ્યા હતા. યશસ્વીની આ ઇનિંગમાં 14 ફોર અને 12 સિકસરનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડ તરફથી કોઈ બોલર યશસ્વીને આઉટ કરી શક્યો નહોતો. જો યશસ્વીની વિકેટ વહેલી પડી ગઈ હોત તો ઈંગ્લેન્ડને ઘણો ફાયદો થઈ શક્યો હોત.

બીજી ઇનિંગમાં પત્તાની જેમ વિખેરાયેલી ઇંગ્લેન્ડની ટીમ -

ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ બીજા દાવમાં તે ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. ટીમ માટે એક પણ ફિફ્ટીની ભાગીદારી થઈ ન હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડ માટે સૌથી મોટી ભાગીદારી 32 રનની હતી. બેન ફોક્સ અને ટોમ હાર્ટલીએ 67 બોલમાં 32 રન બનાવ્યા હતા. આ ભાગીદારી દરમિયાન ફોક્સે 16 રન અને હાર્ટલીએ પણ 16 રન બનાવ્યા હતા.

રાજકોટમાં બેઝબોલ વ્યૂહરચના ફ્લોપ

ઈંગ્લેન્ડની ટીમે બેઝબોલને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ અંતર્ગત ઈંગ્લેન્ડના ખેલાડીઓ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરે છે અને રન બનાવે છે. પરંતુ રાજકોટમાં આ વ્યૂહરચના નિષ્ફળ ગઈ હતી. તેણે પ્રથમ દાવમાં 319 રન બનાવ્યા હતા. પરંતુ ટીમ બીજા દાવમાં 122 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં પણ બેન ડકેટની સદી સિવાય કોઈ ખાસ કંઈ કરી શક્યું ન હતું.

  • Follow us on: