• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ હૈદરાબાદમાં રમાશે
  • આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને આકાશ ચોપરાની સલાહ
  • ભારતીય ટીમને પિચને લઈને ચિંતા ન કરવાની આપી સલાહ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. મેચ માટે બંને ટીમ હૈદરાબાદમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. તે જ સમયે, ટેસ્ટ સિરીઝ પહેલા પિચનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. જેને લઈને હવે પૂર્વ ક્રિકેટરે ભારતીય ટીમને પિચને લઈને ચિંતા ન કરવાની સલાહ આપી છે.

ભૂતપૂર્વ દિગ્ગજએ ભારતીય ટીમને એ પણ યાદ અપાવ્યું હતું કે પિચના કારણે જ તમારે વર્લ્ડકપ ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ODI વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. અમદાવાદમાં ફાઇનલ મેચ માટે ધીમી પીચ તૈયાર કરવામાં આવી હતી. જેના કારણે ભારતીય બેટ્સમેન ઘણા દબાણમાં જોવા મળ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં આવી ભૂલ કરવા ઈચ્છશે નહીં.

ટીમ ઈન્ડિયાને આકાશ ચોપરાની સલાહ

પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર પિચ વિશે વાત કરતા કહ્યું કે મેચ પહેલા સૌથી મોટો પ્રશ્ન એ છે કે પિચ કેવી હોવી જોઈએ. શું પિચ રેન્ક ટર્નર હોવી જોઈએ? પરંતુ હું લાંબા સમયથી કહી રહ્યો છું કે ટીમ ઈન્ડિયાએ પિચને લઈને ચિંતા ન કરવી જોઈએ. આ કારણે તમે ODI વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં પણ હારી ગયા. હું માનું છું કે તમારે પિચ ક્યુરેટરને ફક્ત આ સૂચના આપવી જોઈએ કે તમારે તમારી પસંદગી મુજબ એવી પિચ બનાવવી જોઈએ જેના આધારે મેચનું પરિણામ મેળવી શકાય.

ભારત માટે આ ટેસ્ટ સિરીઝ મહત્વપૂર્ણ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની દૃષ્ટિએ ભારતીય ટીમ માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ ઈન્ડિયા આ સિરીઝ જીતશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે મજબૂત દાવ રજૂ કરશે. સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ થોડી વધી ગઈ છે કારણ કે ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સીરીઝની પ્રથમ બે મેચમાંથી બહાર થવા જઈ રહ્યો છે. BCCI દ્વારા વિરાટ કોહલીના સ્થાને રજત પાટીદારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

  • Follow us on: