• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ
  • પ્રથમ ટેસ્ટ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે
  • ઈંગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેટમાં બેઝબોલ ક્રિકેટ રમે છે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાવા જઈ રહી છે. જેના માટે ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે જશે. સિરીઝની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે. જેના માટે હવે ટીમ ઈન્ડિયા જોરશોરથી તૈયારી કરી રહી છે. આ સિરીઝમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે. ઈંગ્લેન્ડ હવે ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ જ આક્રમક ક્રિકેટ રમે છે, જેમાં ઈંગ્લેન્ડ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમ અને કેપ્ટન બેન સ્ટોક્સનું યોગદાન છે.

હવે ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં ‘બેઝબોલ’ ક્રિકેટ રમે છે. ભારતીય ટીમ સામે આગામી ટેસ્ટ સિરીઝમાં ફરી એકવાર ઈંગ્લેન્ડનું 'બેઝબોલ' ક્રિકેટ જોવા જઈ રહ્યું છે. જેના પર હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડને જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારત પાસે ‘વિરાટબોલ’

જ્યારથી ન્યૂઝીલેન્ડના પૂર્વ બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડ ટીમના કોચ બન્યા છે ત્યારથી ટેસ્ટ ક્રિકેટમાં ટીમનું આક્રમક પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેનો ઈંગ્લેન્ડની ટીમને ઘણો ફાયદો થયો છે. હવે ઈંગ્લેન્ડ માટે ભારતીય પીચો પર આક્રમક અને સકારાત્મક ક્રિકેટ રમવું એક સંપૂર્ણપણે અલગ પડકાર હશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે હ્યું કે ભારત પાસે ઈંગ્લેન્ડના બેઝબોલ સાથે સ્પર્ધા કરવા માટે વિરાટબોલ છે. વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે, વિરાટ જે રીતે બેટિંગ કરી રહ્યો છે, તેની બેટિંગમાં સારી મૂવમેન્ટ છે.

ઈંગ્લેન્ડ માટે આ રસ્તો સરળ નથી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ ભારતીય પીચો પર યોજાવા જઈ રહી છે. ઇંગ્લેન્ડ માટે ભારતીય પીચો પર બેઝબોલ ક્રિકેટને ચલાવવું એટલું સરળ નથી. ભારતીય પીચો પર સ્પિનરોને ઘણો ટર્ન મળે છે. તેને જોતા ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન અને અક્ષર પટેલ જેવા મહાન સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ઈંગ્લેન્ડને ઘણી મુશ્કેલીમાં મુકશે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકામાં તેની છેલ્લી ટેસ્ટ મેચ જીતી છે, તેથી ટીમ ઈન્ડિયાનું મનોબળ પ્રબળ છે.


  • Follow us on: