ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગલુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદને કારણે રદ્દ કરવામાં આવ્યો હતો. આજે બીજા દિવસે મેચમાં ટોસ થયો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે થોડું ખોટું સાબિત થયું હોવાનું જણાયું હતું. ન્યૂઝીલેન્ડની ખતરનાક બોલિંગ સામે ટીમ ઈન્ડિયા 46 રને ઓલઆઉટ થઈ ગઈ.


5 બેટ્સમેન ખાતું પણ ખોલાવી ન શક્યા

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ 2-0થી જીત્યા બાદ ભારતને હવે ન્યુઝીલેન્ડ તરફથી આકરા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. બેંગલુરુ ટેસ્ટના બીજા દિવસે કિવી બોલરોની ખતરનાક બોલિંગ જોવા મળી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર પત્તાના મહેલની જેમ તૂટી ગયો.

રિષભ પંતે સૌથી વધુ 20 રન બનાવ્યા

મેટ હેનરી અને વિલિયમ ઓ રૂકની ઘાતક બોલિંગને કારણે ન્યુઝીલેન્ડે બેંગલુરુમાં રમાઈ રહેલી પહેલી સ્ટમાં ટીમ ઈન્ડિયાને માત્ર 46 રનમાં આઉટ કરી દીધી હતી. ઘરની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. ટીમ ઈન્ડિયા તરફથી રિષભ પંતે સૌથી વધુ 20 રન બનાવ્યા.

મેટ હેનરી અને વિલિયમ ઓ રૂકની ઘાતક બોલિંગ

મેટ હેનરીની 5 વિકેટ અને વિલિયમ ઓ રૂકની 4 વિકેટો સામે ભારતીય બેટ્સમેનોના બેટ ચાલ્યા ન હતા અને 'તુ ચલ મેં આયા'ની તર્જ પર તમામ સ્ટાર્સ આઉટ થઈ ગયા હતા. ન્યુઝીલેન્ડની ઘાતક બોલિંગ સામે ભારતના 5 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. આ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પછી પણ કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો.

કોહલી-રોહિત, સરફરાઝ-રાહુલ, પંત-જાડેજા-અશ્વિન બધા નિષ્ફળ

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 9ના કુલ સ્કોર પર બોલ્ડ આઉટ થયો હતો. રોહિતને ટિમ સાઉથીએ આઉટ કર્યો હતો. આ પછી વિલિયમ ઓ રુકે વિરાટ કોહલીને શૂન્ય પર પેવેલિયન પરત મોકલી દીધો હતો. ત્યારબાદ હેનરીએ સરફરાઝ ખાનને મેચમાં વોક કરાવ્યો હતો. સરફરાઝ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

કીવી બોલરો સામે ભારતીય બેટ્સમેનની હાર

10 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ દરેકને યશસ્વી જયસ્વાલ અને રિષભ પંત પાસેથી અપેક્ષાઓ હતી. પરંતુ આ બંને કીવી બોલરો સામે લાંબો સમય ટકી શક્યા ન હતા. બંને વચ્ચે 21 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ 31ના કુલ સ્કોર પર ઓ રુકે જયસ્વાલને આઉટ કર્યો હતો. તે એક ફોરની મદદથી માત્ર 13 રન જ બનાવી શક્યો હતો.

રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન પણ શૂન્ય પર આઉટ

જયસ્વાલના આઉટ થયા બાદ કેએલ રાહુલ ક્રિઝ પર આવ્યો હતો. પરંતુ રાહુલ પણ ખાતુ ખોલાવ્યા વગર છ બોલ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન પણ શૂન્ય પર આઉટ થયા હતા. આ પછી જસપ્રીત બુમરાહ એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ટીમ ઈન્ડિયાનો આજે બીજો સૌથી ઓછો સ્કોર

ભારતે માત્ર 40 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયાનો આજે બીજો સૌથી ઓછો સ્કોર હશે, પરંતુ મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે થોડો સમય કિવી બોલરોનો સામનો કર્યો હતો, પરંતુ આ બંને માત્ર 6 વધુ સ્કોર જ એડ કરી શક્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયા 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

  • Follow us on: