- ભારતે 12.5 ઓવરમાં 1 વિકેટે 89 રન બનાવ્યા હતા
- વરસાદના કારણે મેચ 29-29 ઓવરની કરવામાં આવી હતી
- સતત વરસાદના કારણે અમ્પાયરે મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સીરિઝની બીજી વનડેમાં વરસાદ પડ્યો હતો. સતત વરસાદના કારણે અમ્પાયરે મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા ભારતે 12.5 ઓવરમાં 1 વિકેટે 89 રન બનાવ્યા હતા જે બાદ વરસાદે બીજી વખત મેચમાં વિક્ષેપ પાડ્યો હતો. શુભમન ગીલ 45 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 34 રન બનાવીને ગીલનો સાથ આપ્યો હતો. આ મેચ રદ્ થયા બાદ ભારત હવે શ્રેણી જીતી શકશે નહીં. કિવી ટીમ 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. શ્રેણીની છેલ્લી મેચ 30 નવેમ્બરે રમાશે.
ભારતે પ્લેઈંગ-11માં બે ફેરફાર
ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. દીપક હુડા અને દીપક ચહરને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી હતી જ્યારે શાર્દુલ ઠાકુર અને સંજુ સેમસનને બહાર બેસવું પડ્યું હતું. ભારત માટે આ સ્પર્ધા 'કરો યા મરો' જેવી છે. શિખર ધવનની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને શ્રેણીમાં બરાબરી કરવાના ઈરાદા સાથે ઉતરી હતી. વરસાદના કારણે મેચ 29-29 ઓવરની કરવામાં આવી હતી. શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે 30 નવેમ્બરે રમાશે.
ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સિરીઝ બાદ ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમસને ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરાવનું આમંત્રણ આપ્યું હતું.
બંને ટીમની પ્લેઇંગ 11:
ટીમ ઇન્ડિયા:
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
ન્યુઝીલેન્ડ:
ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, માઈકલ બ્રેસવેલ, મેટ હેનરી, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન