- T20 વર્લ્ડકપ 2024માં બંને ટીમો 9 જૂને ભારત-પાકિસ્તાન ટકરાશે
- આ મેચમાં તમામની નજર વિરાટ કોહલી અને બાબર આઝમ પર રહેશે
- કોહલી-બાબરની ગણતરી વર્તમાન સમયના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે
સમગ્ર ક્રિકેટ જગત જેની રાહ જોઈ રહ્યું હતું તે મેચ હવે ખૂબ જ નજીક આવી ગઇ છે. આ મેચને “મહામુકાબાલા” નામ આપવામાં આવ્યું છે, એ છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ. T20 વર્લ્ડકપ 2024માં બંને ટીમો 9 જૂને અમેરિકાના ન્યુયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. આ મેચમાં તમામની નજર વિરાટ કોહલી અને બાબર આઝમ પર રહેશે. બંને પોતપોતાની ટીમના મુખ્ય બેટ્સમેન છે.
આ બંનેની ગણતરી વર્તમાન સમયના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. જો વિરાટ કોહલી વહેલો આઉટ થઈ જશે તો તે ભારત માટે મોટો ફટકો હશે. પાકિસ્તાનની બેટિંગ બાબરની આસપાસ ફરે છે. જો તે આઉટ થાય છે તો પાકિસ્તાન ઘણું નબળું પડી જાય છે. તેથી આ મેચ પહેલા આ બંનેના રેકોર્ડ શું કહે છે તે જાણવું જરૂરી બની જાય છે. અમે તમને વિરાટ કોહલીના પાકિસ્તાન વિરુદ્ધ અને બાબર આઝમના ભારત વિરુદ્ધના રેકોર્ડ વિશે જણાવીશું.













