• ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ફાઈનલ મેચ
  • બાર્બાડોસનું કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • T20 વર્લ્ડકપ ફાઇનલમાં એક અદભૂત સંયોગ છે

બાર્બાડોસનું કેન્સિંગ્ટન ઓવલ મેદાન T20 વર્લ્ડકપ 2024ના સૌથી મોટા મુકાબલો માટે તૈયાર છે. આ મેદાન પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ખિતાબની જંગ ખેલાશે. T20 વર્લ્ડકપની ફાઈનલ શાનદાર બનવા જઈ રહી છે કારણ કે ભારત અને સાઉથ આફ્રિકા બંનેએ આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. T20 વર્લ્ડકપ ફાઇનલમાં એક અદભૂત સંયોગ છે જે તમને આશ્ચર્યચકિત કરશે. આ સંયોગ પ્રમાણે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ ફાઇનલમાં કંઈ કરી શકશે નહીં.

T20 વર્લ્ડકપ ફાઇનલનો અદ્ભુત સંયોગ

T20 વર્લ્ડકપની છેલ્લી 8 ફાઈનલ મેચોમાં ક્યારેય કોઈ બેટ્સમેન કે બોલર પ્લેયર ઓફ ધ મેચ બન્યો નથી. દરેક વખતે ફાઈનલ મેચમાં કોઈને કોઈ ઓલરાઉન્ડર કે વિકેટકીપર પોતાની ટીમની જીતનું કારણ બન્યા છે.

  • ઈરફાન પઠાણ T20 વર્લ્ડકપ 2007ની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તે ઓલરાઉન્ડર હતો.
  • શાહિદ આફ્રિદી T20 વર્લ્ડકપ 2009ની ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો, તે ઓલરાઉન્ડર પણ હતો.
  • T20 વર્લ્ડકપ 2010ની ફાઇનલમાં ક્રેગ કિસવેટર પ્લેયર ઓફ ધ મેચ બન્યો. તે વિકેટકીપર-બેટ્સમેન હતો.
  • માર્લોન સેમ્યુઅલ્સ T20 વર્લ્ડકપ 2012ની ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો, તે ઓલરાઉન્ડર પણ હતો.
  • કુમાર સંગાકારા T20 વર્લ્ કપ 2014ની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો, તે વિકેટકીપર-બેટ્સમેન પણ હતો.
  • માર્લોન સેમ્યુઅલ્સ ફરીથી T20 વર્લ્ડકપ 2016ની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો. તે ઓલરાઉન્ડર હતો
  • મિશેલ માર્શ T20 વર્લ્ડકપ 2021માં પ્લેયર ઓફ ધ મેચ બન્યો, તે પણ ઓલરાઉન્ડર હતો.
  • સેમ કરન T20 વર્લ્ડકપ 2022માં પ્લેયર ઓફ ધ મેચ બન્યો, તે પણ ઓલરાઉન્ડર હતો.

મતલબ, સંયોગ એવો સંકેત આપી રહ્યો છે કે T20 વર્લ્ડકપ 2024માં માત્ર એક ઓલરાઉન્ડર જ પ્લેયર ઓફ ધ મેચ બનશે. હવે તે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ કે રવિન્દ્ર જાડેજા કે માર્કો યાન્સન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ક્વિન્ટન ડી કોક હશે કે કેમ તે તો સમય જ કહેશે.

  • Follow us on: