• ભારત અને શ્રીલંકા વચ્ચે 27 ઓગસ્ટથી ટી20 સિરીઝ શરૂ થશે
  • ત્રણ મેચની ટી20 સિરીઝ 30 જુલાઈ સુધી ચાલશે
  • ત્રણ મેચની વનડે સિરીઝની મેચો 2 ઓગસ્ટથી રમાશે

ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ શ્રીલંકા પ્રવાસ માટે તૈયાર છે. અહીં ભારતીય ટીમ 27 જુલાઈથી ત્રણ મેચની ટી20 સિરીઝ રમશે. આ પછી 2 ઓગસ્ટથી વનડે સિરીઝ શરૂ થશે. જે 7મી ઓગસ્ટ સુધી ચાલશે. જ્યારે ટી20 સિરીઝની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે રોહિત શર્મા વનડે સિરીઝની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

વિરાટ કોહલીને પણ વનડે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ગૌતમ ગંભીર નવા મુખ્ય કોચ તરીકે પહેલી વખત ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરતો જોવા મળશે. આવામાં ફેન્સ માટે આ સિરીઝ ખૂબ જ ખાસ બનવાની છે. તમને જણાવી દઈએ કે કેવી રીતે ભારત અને શ્રીલંકા મેચનો મફતમાં આનંદ લઈ શકાય છે.

જાણો ક્યાં જોઈ શકાશે આ મેચ

મળતી માહિતી મુજબ ભારત અને શ્રીલંકા સિરીઝની મેચ સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર ટીવી પર જોઈ શકાય છે. તે સોની ટેન સ્પોર્ટ્સ ચેનલો પર માણી શકાય છે. તમે સોની લિવ એપ પર મોબાઈલ પર મેચ જોઈ શકો છો. પરંતુ આ માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે.

 

તમે સિરીઝની મેચો ફ્રીમાં કેવી રીતે જોઈ શકશો?

આ સીરીઝની મેચો ફ્રીમાં જોવાની ટ્રીક અજમાવી શકાય છે. તમારા મોબાઈલમાં જીયો ટીવી એપ ડાઉનલોડ કરો. જો તમારી પાસે જીયો સિમ હોય કે ન હોય તો પણ તેનાથી કોઈ ફરક નહીં પડે. જીયો ટીવી એપ ડાઉનલોડ કર્યા પછી, તમારો જીયો નંબર અથવા તમારા મિત્રો અથવા પરિવારનો કોઈપણ જીયો નંબર દાખલ કરો. આ પછી તે નંબર પર એક ઓટીપી આવશે. જેમાં એન્ટર કરવાથી તમે જીયો ટીવી એપનો ફ્રી એક્સેસ મેળવી શકશો. આ પછી સર્ચ ઓપ્શનમાં સોની લિવ અથવા સોની સ્પોર્ટ્સ ચેનલ સર્ચ કરો. જ્યાં તમને આ મેચો ફ્રીમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ટ્રીકથી ફેન્સે ભારત-ઝિમ્બાબ્વે સિરીઝની મેચ પણ માણી હતી.

ભારત અને શ્રીલંકા સિરીઝનું શેડ્યૂલ

1લી T20 મેચ, 27 જુલાઈ 2024, પલ્લેકલે, સાંજે 7 વાગ્યે (ભારતીય સમય)

2જી T20 મેચ, 28 જુલાઈ 2024, પલ્લેકેલે, સાંજે 7 વાગ્યે (ભારતીય સમય)

ત્રીજી T20 મેચ, 30 જુલાઈ 2024, પલ્લેકેલે, સાંજે 7 વાગ્યે (ભારતીય સમય)

 

1લી ODI, 2 ઓગસ્ટ, 2024, કોલંબો, બપોરે 2.30 વાગ્યે

2જી ODI, 4 ઓગસ્ટ, 2024, કોલંબો, બપોરે 2.30 વાગ્યે

ત્રીજી ODI, 7 ઓગસ્ટ, 2024, કોલંબો, બપોરે 2.30 વાગ્યે

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ટી20 ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની વનડે ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, હર્ષિત રાણા.

  • Follow us on: