- T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ બની ચેમ્પિયન
- ગિલની આગેવાનીમાં ભારત 5 T20 મેચની સિરીઝ રમશે
- હરારેમાં લગભગ 9,000 ગુજરાતી લોકો વસે છે
T20 વર્લ્ડકપ 2024 ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સિરીઝ રમશે. શુભમન ગિલની આગેવાનીમાં યુવા ભારતીય ટીમને 5 T20 મેચની સિરીઝ રમવા માટે ઝીમ્બાબ્વે પહોંચી છે. ટીમ ઈન્ડિયા સિરીઝ માટે ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે. મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થવાને કારણે અને કોઈ નવા મુખ્ય કોચની નિમણૂક કરવામાં આવી નથી, તેથી ટીમ VVS લક્ષ્મણના કોચિંગ હેઠળ આ શ્રેણી રમવા ગઈ છે.
હરારેમાં ગુજરાતીઓનો દબદબો
ઝિમ્બાબ્વેમાં ભારતીય લોકોની હાજરીની શરૂઆત લગભગ 1890માં થઈ હતી. ઝિમ્બાબ્વેના હરારેમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા લગભગ 9,000 હોવાનો અંદાજ છે જેઓ મુખ્યત્વે ગુજરાતના છે. આ ઉપરાંત અન્ય ભારતીય લોકોની સંખ્યા 1000 છે.આમ ઝિમ્બાબ્વેમાં કુલ 10 હજાર ભારતીય લોકો વસે છે. અહી હોટલ અને ફૂડ ચેઇન ફ્રેન્ચાઇઝીમાં ગુજરાતી લોકોનો દબદબો જોવા મળે છે. ગુજરાતી અને પટેલ સમુદાયના લોકો મુખ્યત્વે હોટેલ્સ, મોટેલ્સ સુપરમાર્કેટ અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા જોવા મળે છે.
વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું ભારત
ક્રિકેટનો મહાકુંભ એટલે કે T20 વર્લ્ડકપ 2024 સમાપ્ત થઇ ગયો છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બની છે. આ વર્લ્ડકપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયો હતો. અમેરિકામાં કુલ 54 લાખથી વધુ ભારતીય રહે છે જેમાંથી સૌથી વધુ લોકો ન્યૂયોર્કમાં રહે છે. અમેરિકામાં યોજાયેલો વર્લ્ડકપ ભારતીય લોકોની વચ્ચે રમાયો હતો. જેમાં સિક્યોરીટી સ્ટાફથી લઇને ગ્રાઉન્ડ સ્ટાફમાં ઘણા લોકો ભારતીય હતા.
ન્યૂયોર્કમાં ભારતીય વસ્તી
અમેરિકાના રાજ્ય ન્યુ જર્સીમાં મોટાભાગની વસ્તી ન્યુ યોર્ક સિટી મેટ્રોપોલિટન વિસ્તારમાં સ્થિત છે, તે કોઈપણ યુએસના રાજ્ય કરતાં સૌથી વધુ ભારતીય વસ્તી ધરાવે છે. 2023ની વસ્તી ગણતરીના અંદાજો અનુસાર, ન્યુ જર્સીની વસ્તીના 4.6% ભારતીય મૂળના લોકો છે. એટલે કે અહીં 711,174 થી વધુ ભારતીય લોકો વસે છે. ન્યૂયોર્કમાં ચીન પછી બીજા સૌથી વધુ ભારતીય લોકો વસે છે.