- હરારેના આ મેદાન પર 1992માં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી
- ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પહેલી ટી20I મેચ 2010માં હરારે સ્ટેડિયમમાં રમાઈ હતી
- ભારતીય ટીમ હવે ઝિમ્બાબ્વે સામે 5 મેચની ટી20 સિરીઝ 6 જુલાઈથી રમશે
T20 વર્લ્ડકપ 2024 પછી ભારતીય ક્રિકેટ ટીમ તેના આગામી મિશનમાં ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની ટી20 સિરીઝમાં ટકરાશે. આ સિરીઝ 6 જુલાઈથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ ટીમની કમાન શુભમન ગિલના હાથમાં રહેશે. આ સિરીઝની તમામ મેચો ઝિમ્બાબ્વેની રાજધાની હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. હરારેના આ મેદાન પર 1992માં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પહેલી T20I મેચ 2010માં હરારે સ્ટેડિયમમાં રમાઈ હતી.
હરારે સ્પોર્ટ્સ ક્લબ પિચ રિપોર્ટ
હરારે સ્પોર્ટ્સ ક્લબની પીચ ક્રિકેટ રમવા માટે બેસ્ટ સપાટી છે, કારણ કે તે બોલરો અને બેટ્સમેન બંનેને સમાન સપોર્ટ કરે છે. અહીંની સપાટી હાર્ડ છે અને વિકેટમાં ઉંચો ઉછાળો છે, જે બેટ્સમેનને મદદ કરે છે કારણ કે હાર્ડ સપાટીને કારણે બોલ સરળતાથી બેટ પર આવે છે. બોલરોને પણ આ વિકેટમાંથી કંઈક મળે છે, ખાસ કરીને સ્પિનરોને મધ્યમ ઓવરો દરમિયાન સપાટીથી થોડો ફાયદો થાય છે.
ટી20માં હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમમાં ટીમ દ્વારા સૌથી વધુ સ્કોર
સ્ટેડિયમમાં સૌથી વધુ સ્કોર 229/6 રહ્યો છે, જે ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વે સામે બનાવ્યો હતો. ઓપનર એરોન ફિન્ચ (172) અને ડી'અર્કી શાર્ટે (46) શાનદાર બેટિંગ કરી હતી.
હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમ
હરારેમાં હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમ પ્રમાણભૂત કદનું સ્ટેડિયમ છે, જેની ક્ષમતા 10,000 બેઠકોની છે. તેમાં કાયમી અને અસ્થાયી બંને બેઠકો છે.
image - x