- ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024માં સુપર 8માં પહોંચી છે
- ટૂર્નામેન્ટ બાદ બ્લુ ટીમે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરવાનો છે
- ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન અન્ય ખેલાડીને ડેબ્યૂ કરવાની તક મળશે
હાલમાં ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024માં સુપર 8માં પહોંચી છે. ટૂર્નામેન્ટ બાદ બ્લુ ટીમે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરવાનો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન રોહિત અને ટીમના કેટલાક મુખ્ય ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. કેટલાક યુવા ખેલાડીઓ જેમણે આઈપીએલ 2024 માં ધૂમ મચાવી હતી તેમને આગામી પ્રવાસમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આવામાં ઝિમ્બાબ્વે પ્રવાસ માટે બ્લૂ ટીમમાં કયા ખેલાડીઓનો સ્થાન મળશે.
આગામી પ્રવાસમાં યુવા ખેલાડીઓને તક
મીડિયા રિપોર્ટ મુજબ ટી-20 વર્લ્ડ કપ 2024માં ભાગ લઈ રહેલા મહત્વના ખેલાડીઓના થાકને જોતા બીસીસીઆઈ એ આગામી પ્રવાસમાં યુવા ખેલાડીઓને તક આપી શકે છે. સૂત્રના જણાવ્યા મુજબ 'જે ખેલાડીઓએ આઈપીએલની છેલ્લી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે આગામી પ્રવાસ માટે મુખ્ય દાવેદાર છે. જેમાં એસઆરએચ ઓપનર અભિષેક શર્માથી લઈને આરઆરના રિયાન પરાગ, મયંક યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, વિજય કુમાર વ્યશાંક અને યશ દયાલ જેવા ખેલાડીઓના નામ સામેલ છે.
શ્રેયસ ઐયર પરત ફરવાની શક્યતા
હાલમાં આ તમામ ખેલાડીઓ એનસીએ કેમ્પમાં હાજર છે અને ત્યાં સખત મહેનત કરી રહ્યા છે. આમાંથી કેટલાક ખેલાડીઓના આગામી પ્રવાસમાં તક મળવાની શક્યતા છે. શ્રેયસ અય્યરની ઝિમ્બાબ્વે ટૂરથી બ્લૂ ટીમમાં પરત ફરવાની પણ ચર્ચા છે. પરંતુ ઐયર એનસીએ કેમ્પમાં હાજર નથી. આવી પરિસ્થિતિમાં તે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે તે સ્પષ્ટપણે કહેવું સરળ નથી. પરંતુ શ્રીલંકા પ્રવાસ પર ઓડીઆઈ સિરીઝ માટે તે ટીમમાં વાપસી કરી શકે તેવી પૂરી સંભાવના છે.