• ભારત છેલ્લી લીગ મેચ કેનેડા સામે રમશે
  • આ મેચ 15 જૂને ફ્લોરિડામાં રમાવાની છે
  • ફલોરીડામાં 2 દિવસ સુધી વરસાદની આગાહી

વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી લીગ મેચ કેનેડા સાથે ફ્લોરિડામાં રમવાની છે. ટીમ ઈન્ડિયા સુપર-8 માટે ક્વોલિફાઈ થઈ ચૂકી છે. પરંતુ દરેક મેચ રોહિત અને કંપની માટે સુપર-8 પહેલા પોતાની તૈયારીઓને વધુ મજબૂત કરવા માટે ખૂબ જ ખાસ હોય છે. હવે કેનેડા સાથેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન રદ કરવામાં આવ્યું છે.

ફ્લોરિડામાં ખરાબ હવામાન

ફ્લોરિડામાં છેલ્લા ઘણા દિવસોથી હવામાન ખરાબ છે. ફ્લોરિડામાં સતત વરસાદ અને તોફાન ચાલુ છે. જેના કારણે ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન રદ્દ કરવામાં આવ્યું છે. હવે ભારત અને કેનેડા વચ્ચેની મેચ પર ખરાબ હવામાનનો પડછાયો પડવા લાગ્યો છે. ભારત અને કેનેડા વચ્ચે આ મેચ 15 જૂને ફ્લોરિડામાં રમાવાની છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી વરસાદ અને તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે.

ટીમ ઈન્ડિયાની તૈયારીઓને લાગી શકે છે ઝટકો

સુપર-8માં ટીમ ઈન્ડિયા કઈ ટીમો સામે ટકરાશે તે લગભગ કન્ફર્મ થઈ ગયું છે. ટીમ ઈન્ડિયા સુપર-8માં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ પણ રમી શકે છે. આવી સ્થિતિમાં રોહિત અને કંપની તેમની તૈયારીઓને મજબૂત કરીને સુપર-8માં જવા માંગે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે દરેક પ્રેક્ટિસ સેશન અને દરેક મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પરંતુ હવે ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન રદ્દ કરવામાં આવ્યું છે, આવી સ્થિતિમાં જો કેનેડા સાથેની મેચ પણ રદ્દ થશે તો સુપર-8 પહેલા ટીમ ઈન્ડિયાની તૈયારીઓને મોટો ફટકો પડી શકે છે.


  • Follow us on: