- T20 વર્લ્ડકપ 2024માં ભારત સુપર-8 માટે ક્વોલિફાય
- ઓપનિંગ જોડી ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય
- અત્યાર સુધી કોહલી ઓપનિંગમાં ફ્લોપ સાબિત થયો
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024માં સતત ત્રણ મેચ જીતીને સુપર-8 માટે ક્વોલિફાય કરી લીધું છે. હવે તેની ઓપનિંગ જોડી ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. આ વર્લ્ડકપમાં વિરાટ કોહલી કેપ્ટન રોહિત શર્મા સાથે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી કોહલી ઓપનિંગમાં ફ્લોપ સાબિત થયો છે. કોહલીએ ત્રણ મેચમાં માત્ર 8 રન બનાવ્યા છે. જે બાદ હવે ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી બદલવાની માંગ ઉઠવા લાગી છે.
ઓપનિંગને કારણે કોહલીનું પત્તુ કપાઈ શકે













