• ભારત સુપર-8માં પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમશે
  • આ મેચ પહેલા સૂર્યકુમાર યાદવ થયો ઈજાગ્રસ્ત
  • ભારતના પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો

T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમની સુપર-8માં પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સામે રમવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. વર્લ્ડ નંબર 1 T20I બેટ્સમેન સૂર્યકુમાર યાદવ 17 જૂનના રોજ બ્રિજટાઉન, બાર્બાડોસમાં ભારતના પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ સ્ટાર બેટ્સમેનને નેટમાં બેટિંગ કરતી વખતે હાથ પર ઈજા થઈ હતી. હવે તેની ઈજા અંગે અપડેટ સામે આવ્યું છે.

સૂર્યકુમાર યાદવ થયો ઈજાગ્રસ્ત

વાસ્તવમાં, ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન સૂર્યકુમાર યાદવને હાથમાં ઈજા થઈ હતી. જો કે, સૂર્યાએ ઈજા બાદ પણ મેજિક સ્પ્રે લગાવીને પ્રેકટીસ ચાલુ રાખી હતી. તેની ઈજા ગંભીર છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.

આ પહેલી વાર હતું જ્યારે બાર્બાડોસ પહોંચ્યા બાદ ભારતીય ખેલાડીઓએ કેરેબિયન ટાપુઓમાં પ્રેક્ટિસ કરી હતી, પરંતુ સૂર્યાની ઈજા બાદ ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. સૂર્યા આ ફોર્મેટમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન છે અને ન્યૂયોર્કની પિચ પર જ્યારે ભારતીય ટીમ અમેરિકા સામે મુશ્કેલીમાં હતી ત્યારે સૂર્યકુમારે પોતાની ક્ષમતા બતાવી હતી અને ફિફ્ટી ફટકારીને ભારતીય ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં ટીમને આશા હશે કે તે અફઘાનિસ્તાન સામે રમાનારી સુપર-8 મેચ માટે ઉપલબ્ધ રહેશે.

ભારતની આગામી મેચનું શિડ્યૂલ

ભારતીય ટીમ તેના સુપર-8 રાઉન્ડની શરૂઆત અફઘાનિસ્તાન સામે કરશે. ભારત અને અફઘાનિસ્તાનની ટીમો 20 જૂને સામસામે ટકરાશે. આ પછી ભારત અને બાંગ્લાદેશ સામસામે ટકરાશે. બંને ટીમો 22 જૂને ટકરાશે. જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 24 જૂને મેદાનમાં ઉતરશે. જોકે, ટીમ ઈન્ડિયા તેના લીગ સ્ટેજના પ્રદર્શનનું પુનરાવર્તન કરવા ઈચ્છશે.

  • Follow us on: