• T20 વર્લ્ડકપ 2024માંથી નેધરલેન્ડ બહાર થઈ ગયું છે
  • ઓલરાઉન્ડર સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટે નિવૃત્તિ જાહેર કરી
  • એન્જેલબ્રેક્ટ સાઉથ આફ્રિકા તરફથી અંડર-19 વર્લ્ડકપ રમ્યો

T20 વર્લ્ડકપ 2024માં નેધરલેન્ડની ટીમને શ્રીલંકા સામે 83 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ T20 વર્લ્ડકપ 2024માં નેધરલેન્ડની ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. નેધરલેન્ડ T20 વર્લ્ડકપમાંથી બહાર થતાંની સાથે જ સ્ટાર ઓલરાઉન્ડર સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. રોયલ ડચ ક્રિકેટ એસોસિએશને એક નિવેદનમાં આ માહિતી આપી હતી.

સાઉથ આફ્રિકા તરફથી અંડર-19 વર્લ્ડકપ રમ્યો

સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટનો જન્મ 1988 માં જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેણે 35 વર્ષની ઉંમરે 2023માં નેધરલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે 2008ના મેન્સ અંડર-19 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા માટે રમ્યો હતો. તે ટુર્નામેન્ટ બાદ, સાયબ્રાન્ડ સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ કેપ કોબ્રાસ માટે 2008/09 થી 2015/16 સુધી અને વેસ્ટર્ન પ્રોવિંસ માટે 2009/10 થી 2016/17 સુધી સાઉથ આફ્રિકાના ઘરેલુ ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં રમ્યો અને સારું પ્રદર્શન કર્યું, પરંતુ તેને મેન્સ સિનિયર ટીમમાં રમવાની તક મળી ન હતી.

ટીમ માટે સારું પ્રદર્શન કર્યું

સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ હંમેશા તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. તેણે નેધરલેન્ડ ટીમ માટે ઘણી મહત્વપૂર્ણ મેચો પણ પોતાના દમ પર જીતી હતી. ગયા વર્ષે જ્યારે નેધરલેન્ડની ટીમ ODI વર્લ્ડકપ 2023 માટે ક્વોલિફાય થઈ હતી. પછી સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટેની પસંદગી કરવામાં આવી. તે ટુર્નામેન્ટમાં ટીમનો ટોપ સ્કોરર હતો. તેણે આઠ ઇનિંગ્સમાં બે ફિફ્ટીની મદદથી 300 રન બનાવ્યા હતા. T20 વર્લ્ડકપ 2024માં સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટે ચાર ઇનિંગ્સમાં 98 રન સાથે નેધરલેન્ડ માટે ટોપ સ્કોરર હતો.

કારકિર્દીમાં ઘણી મેચ રમી

35 વર્ષની વયે નિવૃત્ત થયેલા સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટની લાંબી કારકિર્દી નહોતી. તેણે તેની કારકિર્દીમાં 12 ODI મેચોમાં 385 રન અને 12 T20I મેચોમાં 280 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે 54 ફર્સ્ટ ક્લાસ મેચમાં 3067 રન બનાવ્યા છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોમાં કુલ 7 સદી પણ ફટકારી હતી.

  • Follow us on: