- અફઘાનિસ્તાન સામેનિકોલસ પૂરનની શાનદાર ઈનિંગ
- પૂરન ગેલને પાછળ છોડીને ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો
- T20Iમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી
T20 વર્લ્ડકપ 2024ની 40મી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ ટુર્નામેન્ટના ગ્રુપ તબક્કાની આ છેલ્લી મેચ હતી, જે સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ અફઘાનિસ્તાન સામેની આ મેચમાં 104 રનથી જીત મેળવવામાં સફળ રહી હતી. આ મેચમાં નિકોલસ પૂરન પણ ચર્ચાનો વિષય બન્યો છે, જેણે ક્રિસ ગેલને પાછળ છોડીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
નિકોલસ પૂરને ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નિકોલસ પૂરન T20I ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા ક્રિસ ગેલ આ રેકોર્ડમાં ટોપ પર હતો. પુરને અત્યાર સુધી પોતાની 92 T20I મેચોમાં કુલ 128 સિક્સર ફટકારી છે. જ્યારે ક્રિસ ગેલે 79 T20I મેચમાં 124 સિક્સર ફટકારી હતી. એવિન લુઈસ ત્રીજા નંબર પર છે. એવિન લુઈસે 53 T20I મેચમાં 111 સિક્સર ફટકારી છે. કિરોન પોલાર્ડ ચોથા નંબર પર છે. પોલાર્ડે 101 T20I મેચમાં 99 સિક્સર ફટકારી છે. આ પછી રોવમેન પોવેલ પાંચમા નંબર પર છે. રોવમેન પોવેલે અત્યાર સુધી રમાયેલી 75 T20I મેચોમાં 90 સિક્સર ફટકારી છે.
T20 ક્રિકેટમાં 500+ સિક્સર મારનાર ખેલાડી
આજે પણ T20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે ક્રિસ ગેલનું નામ સૌથી પહેલા આવે છે. આ પછી આ યાદીમાં કિરોન પોલાર્ડ બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર આન્દ્રે રસેલ છે. આ યાદીમાં ન્યૂઝીલેન્ડના ખેલાડી કોલિન મુનરો ચોથા સ્થાને છે. રોહિત શર્મા પાંચમા નંબરે અને નિકોલસ પૂરન છઠ્ઠા નંબર પર છે.
- ક્રિસ ગેલ- 1056 સિક્સ
- કિરોન પોલાર્ડ- 860 સિક્સર
- આન્દ્રે રસેલ- 686 સિક્સર
- કોલિન મુનરો- 548 સિક્સર
- રોહિત શર્મા- 514 સિક્સર
- નિકોલસ પુરન- 502 સિક્સર