• વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ
  • વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડકપ 2024નો હાઈ સ્કોર બનાવ્યો
  • વેસ્ટ ઈન્ડિઝે પાવરપ્લેમાં પણ સૌથી વધુ સ્કોર બનાવ્યો

T20 વર્લ્ડકપ 2024ની 40મી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. આ મેચ દ્વારા, વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડકપમાં પાવર પ્લેમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા T20 વર્લ્ડકપના પાવર પ્લેમાં સૌથી વધુ સ્કોર 2014માં બન્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝે અફઘાનિસ્તાન સામે પાવર પ્લેમાં 1 વિકેટના નુકસાને 92 રન બનાવ્યા હતા. આ પહેલા T20 વર્લ્ડકપમાં પાવર પ્લેનો સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ નેધરલેન્ડના નામે હતો. T20 વર્લ્ડકપ 2014માં, નેધરલેન્ડ્સે, સિલ્હટમાં આયર્લેન્ડ સામે રમતી વખતે, પાવર પ્લેમાં એટલે કે પ્રથમ 6 ઓવરમાં 1 વિકેટના નુકસાને 91 રન બનાવ્યા હતા. હવે આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો છે.

નિકોલસ પુરન સદી ચૂકી ગયો

સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ માટે આમંત્રિત વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 218 રન બનાવ્યા હતા. નિકોલસ પુરને ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 53 બોલમાં 6 ફોર અને 8 સિક્સરની મદદથી 98 રન બનાવ્યા. પુરન છેલ્લી ઓવરમાં રનઆઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો, જેના કારણે તે સદી ફટકારવામાં ચૂકી ગયો. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ શરૂઆતથી જ અફઘાન બોલરોની ધોલાઈ કરી હતી.

બંને ટીમોએ સતત ત્રણ મેચ જીતી

વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાનની ટીમો ગ્રુપ-Cમાં છે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં બંને ટીમો આમને-સામને છે. અત્યાર સુધી બંને ટીમો પોતાની છેલ્લી ત્રણ મેચ જીતી ચૂકી છે. પરંતુ આજની મેચમાં અફઘાનિસ્તાનને 104 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે.


  • Follow us on: