- વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ
- વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડકપ 2024નો હાઈ સ્કોર બનાવ્યો
- વેસ્ટ ઈન્ડિઝે પાવરપ્લેમાં પણ સૌથી વધુ સ્કોર બનાવ્યો
T20 વર્લ્ડકપમાં આજે વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોની તોફાની સ્ટાઈલ જોવા મળી હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ અફઘાનિસ્તાનની મજબૂત બોલિંગ લાઈન-અપને બરબાદ કરી દીધી હતી. આ સાથે વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડકપનો એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડકપ 2024નો હાઈ સ્કોર પણ બનાવ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝે 218 રન બનાવ્યા હતા













