• વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભારત તેની પ્રથમ T20 મેચ રમશે
  • ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે પ્રથમ T20 ક્રિકેટ મેચ રમાશે
  • યુવા સ્ટાર્સથી સજ્જ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેનો સામનો કરશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે પ્રથમ T20 ક્રિકેટ મેચ રમાશે. T20 ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભારત તેની પ્રથમ T20 મેચ રમશે. સુકાની રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ અને વરિષ્ઠ ખેલાડીઓને આરામ અપાયા બાદ યુવા સ્ટાર્સથી સજ્જ ટીમ ઝિમ્બાબ્વેનો સામનો કરશે. આ ક્રિકેટરો પર તેમની પ્રતિભા સાબિત કરવાની અને ટીમને જીત તરફ લઈ જવાની જવાબદારી રહેશે. ઝિમ્બાબ્વે ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે જેઓ પોતાના અનુભવના આધારે યુવા ખેલાડીઓને પણ પડકાર આપી શકે છે.

ગિલ અને અભિષેક કરી શકે છે ઓપનિંગ

ભારતીય ટીમ માટે કેપ્ટન શુભમન ગિલ અને અભિષેક શર્મા ઓપનિંગ કરી શકે છે. શુભમન ગીલે ભારત માટે કુલ 14 ટી20 મેચ રમી છે. આમાં તેણે 147ની સ્ટ્રાઇક સાથે કુલ 335 રન બનાવ્યા છે. આમાં તેના નામે એક સદી અને એક અડધી સદી નોંધાયેલી છે. ગિલનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર 126 રન છે. ગિલ પાસે 103 IPL મેચનો અનુભવ છે. આટલી મેચોમાં તેણે 135ના સ્ટ્રાઈક રેટથી 3216 રન બનાવ્યા છે. ગિલે IPLમાં 4 સદી અને 20 અડધી સદી ફટકારી છે. આ સાથે જ અભિષેક શર્મા ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ કરશે. અભિષેકે આઈપીએલમાં અત્યાર સુધી 63 મેચ રમી છે. આમાં તેણે 155ની સ્ટ્રાઇક સાથે 1376 રન બનાવ્યા છે. તેણે 7 અડધી સદી પણ ફટકારી છે.

મેચ ક્યાં જોઈ શકશો લાઇવ?

તમે સ્ટાર સ્પોર્ટ્સ પર ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ મેચ લાઈવ જોઈ શકશો નહીં. આ શ્રેણીના પ્રસારણના અધિકારો સોની સ્પોર્ટ્સ પાસે છે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ SonyLiv પર જોઈ શકાશે. મેચ સાંજે 4:30 કલાકે શરૂ થશે.

ભારતની સંભવિત પ્લેઇંગ-11 ટીમ:

શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ અને મુકેશ કુમાર.

ઝિમ્બાબ્વેની સંભવિત પ્લેઈંગ-11 ટીમ:

સિકંદર રઝા (કેપ્ટન), ફરાઝ અકરમ, બ્રાયન બેનેટ, જોનાથન કેમ્પબેલ, ટેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, ઈનોસન્ટ કેઈયા, ક્લાઈવ એમ, વેસ્લી મેડવેરે, ટી મારુમાની, વેલિંગ્ટન મસાકાઝા.

  • Follow us on: