- ICCએ પ્લેયર ઓફ ધ મંથના દાવેદારની જાહેરાત કરી
- રોહિત, બુમરાહ અને રહેમાનુલ્લાહ ગુરબાઝનો સમાવેશ
- રહેમાનુલ્લા ગુરબાઝે સૌથી વધુ રન બનાવ્યા હતા
ICCએ T20 વર્લ્ડકપ પછી જૂન મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ ટાઇટલ માટેના દાવેદારોની જાહેરાત કરી છે. આમાં રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે, જેમણે ટીમ ઈન્ડિયાને 17 વર્ષ પછી T20 વર્લ્ડકપનો ખિતાબ અપાવ્યો હતો. આ ઉપરાંત અફઘાનિસ્તાનના બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રોહિત ટીમ ઈન્ડિયાનો ટોપ સ્કોરર હતો
T20 વર્લ્ડકપ 2024માં ભારત માટે રોહિત શર્મા સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 8 મેચમાં 36.71ની એવરેજ અને 156.7ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 257 રન બનાવ્યા હતા. રોહિતે સુપર-8માં વર્લ્ડકપના સૌથી મોટા દાવેદાર ઓસ્ટ્રેલિયા સામે 41 બોલમાં 92 રનની ઇનિંગ રમી હતી. સેમિફાઈનલમાં પણ તેણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે 39 બોલમાં 57 રન બનાવ્યા હતા.
બુમરાહ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પણ T20 વર્લ્ડકપમાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 8 મેચમાં 4.17ની ઈકોનોમી સાથે બોલિંગ કરી અને 15 વિકેટ પણ લીધી. તે ટીમ ઈન્ડિયાનો બીજો ટોપ વિકેટ લેનાર બોલર હતો. તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો.
ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા
T20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનના ઓપનર બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું હતું. તે ટૂર્નામેન્ટનો ટોપ રન સ્કોરર પણ હતો. ગુરબાઝે 124.33ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 8 મેચમાં 281 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન તેણે 3 ફિફ્ટી પણ ફટકારી હતી.