• મહિલા T20 એશિયા કપ 2024 શ્રીલંકામાં યોજાશે
  • આ ટુર્નામેન્ટ 19 થી 28 જુલાઈ દરમિયાન રમાશે
  • ભારત-પાકિસ્તાન વચ્ચે 19 જુલાઈના રોજ મેચ રમાશે

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતી લીધો છે. હવે મહિલા ટીમ પાસે પણ એશિયા કપ ટાઇટલ જીતવાની તક છે. રોહિત એન્ડ કંપનીએ અણનમ રહીને ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. હવે મહિલા ક્રિકેટ ટીમ સામે પડકાર આ મહિને યોજાનારી મહિલા T20 એશિયા કપની ટ્રોફી જીતવાનો છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે પણ ટકરાશે. આવી સ્થિતિમાં, ક્રિકેટ ચાહકો ઈચ્છશે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ ટૂર્નામેન્ટમાં ધૂમ મચાવે અને પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતે.

ટૂર્નામેન્ટ ક્યારે શરૂ થશે

મહિલા T20 એશિયા કપ-2024નું આયોજન શ્રીલંકામાં કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 19 થી 28 જુલાઈ દરમિયાન રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. જેમાં સાત વખતની વિજેતા અને વર્તમાન ચેમ્પિયન ટીમ ઈન્ડિયા, પાકિસ્તાન, યુએઈ, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને મલેશિયાનો સમાવેશ થાય છે. ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન, UAE અને નેપાળ છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને મલેશિયાની ટીમો ગ્રુપ-બીમાં છે. બંને ગ્રૂપમાં ટોચની બે ટીમો વચ્ચે સેમિફાઇનલ મેચ 26 જુલાઈના રોજ રમાશે. જ્યારે ફાઈનલ મેચ 28 જુલાઈના રોજ યોજાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 જુલાઈના રોજ મેચ રમાશે

મહિલા T20 એશિયા કપ 19 જુલાઈથી શરૂ થશે. ટૂર્નામેન્ટના પહેલા જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મહિલા T20 એશિયા કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. જ્યારે BCCI પણ ટૂંક સમયમાં પોતાની ટીમની જાહેરાત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે.

એશિયા કપ માટે પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ

નિદા ડાર (કેપ્ટન), આલિયા રિયાઝ, ડાયના બેગ, ફાતિમા સના, ગુલ ફિરોઝા, ઈરમ જાવેદ, મુનીબા અલી, નઝીહા અલ્વી (વિકેટકીપર), નશરા સુંધુ, ઓમૈમા સોહેલ, સાદિયા ઈકબાલ, સિદરા અમીન, સદિરા અમીમ, સઈદા અરુબ શાહ, તસ્મિયા રુબાબ. અને તુબા હસન

  • Follow us on: