• T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન
  • ભારતીય ટીમે મુંબઈમાં જોરદાર ઉજવણી કરી હતી
  • કેપ્ટન રોહિત શર્માનું મહારાષ્ટ્ર સરકારે કર્યં સન્માન

T20 વર્લ્ડકપ 2024ની જીતનો ઉત્સાહ ચાહકોમાં હજુ પણ યથાવત છે. ભારતીય ચાહકો ઐતિહાસિક જીતની ઉજવણીમાં મગ્ન છે. ચાહકોની સાથે ભારતીય ટીમ પણ સતત ઉજવણી કરી રહી છે. 4 જુલાઈએ ભારતીય ટીમે મુંબઈમાં જોરદાર ઉજવણી કરી હતી અને વાનખેડે સ્ટેડિયમમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમની આ જીત બાદ T20 વર્લ્ડકપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા આજે મહારાષ્ટ્ર વિધાનસભા પહોંચ્યા હતા. રોહિત શર્માનો વિધાનસભા પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

રોહિત શર્મા મહારાષ્ટ્ર વિધાનસભા પહોંચ્યા

વીડિયોમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા મહારાષ્ટ્ર વિધાનસભામાં સૂર્ય કુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ સાથે જોવા મળે છે. રોહિત T20 વર્લ્ડકપની જીતને લઈને એસેમ્બલીમાં ભાષણ આપતા પણ જોવા મળે છે. રોહિત તેના ભાષણ માટે પોડિયમની નજીક પહોંચતાની સાથે જ આખી એસેમ્બલી રોહિત...રોહિતના નારાથી ગુંજી ઉઠે છે. કેપ્ટન રોહિત શર્મા અને ભારતીય ખેલાડીઓના સન્માનમાં દરેક વ્યક્તિ તાળીઓ પાડતા જોવા મળે છે.

સૂર્યા અંગે આપ્યું નિવેદન

રોહિતે પોતાના ભાષણમાં T20 વર્લ્ડકપની જીત વિશે વાત કરી હતી. તેમણે એસેમ્બલીમાં આવવાના આમંત્રણ બદલ સૌનો આભાર પણ માન્યો હતો. પોતાના ભાષણ દરમિયાન રોહિતે સૂર્યકુમાર યાદવના વર્લ્ડકપ વિનિંગ કેચ વિશે એક રમુજી કિસ્સો પણ સંભળાવ્યો. રોહિતે કહ્યું, 'જ્યારે સૂર્યાએ કેચ લીધો ત્યારે તેણે મને કહ્યું કે સારું થયું કે બોલ મારા હાથમાં ફસાઈ ગયો, નહીં તો મેં તેને ટીમની બહાર કરી દીધો હોત.'

આ ખેલાડીઓનું કરાયું સન્માન

મહારાષ્ટ્ર વિધાનસભા પહોંચતા પહેલા રોહિત શર્મા, શિવમ દુબે, સૂર્ય કુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા તેમના ઘરે ગયા હતા. એકનાથ શિંદેએ તેમના નિવાસસ્થાને તમામ ખેલાડીઓનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા બાદ જ તમામ ખેલાડીઓ મહારાષ્ટ્ર વિધાનસભા પહોંચ્યા હતા. તમામ ખેલાડીઓનું વિધાનસભામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રોહિત શર્માએ પણ પોતાની ફની સ્ટાઈલથી એસેમ્બલીમાં બધાના દિલ જીતી લીધા હતા.

  • Follow us on: