- ભારતે થાઈલેન્ડને માત્ર 37 રનમાં ઓલઆઉટ કર્યું
- સ્નેહ રાણાની ત્રણ, રાજેશ્વરી-દીપ્તિની બે વિકેટ
- પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ સ્નેહ રાણાને મળ્યો
મહિલા એશિયા કપમાં ભારતે થાઈલેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું. છઠ્ઠી મેચમાં ભારતની આ પાંચમી જીત છે. ભારતે થાઈલેન્ડને 37 રનમાં ઓલઆઉટ કરી દીધું અને પછી છઠ્ઠી ઓવરમાં 1 વિકેટ ગુમાવીને જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો. ભારતીય ટીમ પહેલાથી જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે.
સ્મૃતિ મંધાનાએ 100મી T20માં કરી કપ્તાની
નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌર થાઈલેન્ડ સામેની એશિયા કપની આ મેચમાં રમી ન હતી. તેમના સ્થાને સ્મૃતિ મંધાનાએ ભારતીય ટીમની કમાન સંભાળી છે. આ મેચ તેના માટે પણ ખાસ હતી. આ મેચ પણ તેના માટે ખાસ હતી. મંધાનાની કારકિર્દીની આ 100મી T20 હતી અને ટીમે તેને વિજયની ભેટ આપીને ખાસ બનાવી હતી.

ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
મહિલા એશિયા કપ 2022માં આજે ભારત અને થાઈલેન્ડની ટક્કર થશે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં ભારતની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને થાઈલેન્ડની ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
બંને દેશોની પ્લેઇંગ 11:
ભારત:
શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના (કેપ્ટન), સભિનેની મેઘના, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), કિરણ નવગીરે, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ
થાઈલેન્ડ:
નન્નાપટ કોનચારોએનકાઈ (વિકેટકીપર), નથ્થાકન ચાન્થમ, નરુએમોલ ચાઈવાઈ (કેપ્ટન), સોર્નનારીન ટિપ્પોચ, ચાનીડા સુથિરુઆંગ, રોસેનન કનોહ, ફન્નીતા માયા, નટ્ટાયા બૂચાથમ, ઓન્નીચા કામચોમ્ફુ, થિપ્ચા પુત્થાવોંગ, નન્થિતા બૂનસુખમ