- ભારતે સાઉથ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું
- ભારત સામે સાઉથ આફ્રિકાની સૌથી મોટી હાર
- ODI ડેબ્યૂમાં ફિફ્ટી ફટકારનાર ચોથો ભારતીય
ભારતીય ટીમે પ્રથમ વનડે મેચમાં સાઉથ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં સાઉથ આફ્રિકાની આખી ટીમ માત્ર 116 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ ટીમ ઈન્ડિયાએ 117 રનનો ટાર્ગેટ 16.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતની જીત સાથે જ પ્રથમ વનડે મેચમાં ઘણા મોટા રેકોર્ડ પણ બની ગયા છે. આમાંનો એક રેકોર્ડ ભારતીય ઓપનિંગ બેટ્સમેન સાઈ સુદર્શનના નામે છે.
ODIમાં ભારત સામે સાઉથ આફ્રિકાની સૌથી મોટી હાર
વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બાકી બોલના સંદર્ભમાં ભારતીય ટીમ સામે સાઉથ આફ્રિકાની આ સૌથી મોટી હાર છે. ભારતે આ મેચ 200 બોલ બાકી હતા અને મેચ જીતી લીધી હતી. આ પહેલા વર્ષ 2008માં ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને ODI મેચમાં 215 બોલ બાકી રહેતા હરાવ્યું હતું. આસ્ટ્રેલિયાએ વર્ષ 2002માં સાઉથ આફ્રિકાને 188 બોલ બાકી રહેતા હરાવ્યું હતું. આ પહેલા 2022માં ભારતે આફ્રિકાને 188 બોલ પહેલા હરાવ્યું હતું.
ODIમાં ભારતની સૌથી મોટી જીત
વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બોલ બાકી હોવાના સંદર્ભમાં ભારતીય ટીમની આ ચોથી સૌથી મોટી જીત છે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે પ્રથમ વનડે મેચ 200 બોલ બાકી હતા અને મેચ જીતી લીધી હતી. ભારતે શ્રીલંકાને આ વર્ષે 263 બોલ બાકી રહેતા હરાવ્યું હતું. જે ભારતની બોલના સંદર્ભમાં સૌથી મોટી જીત છે. વર્ષ 2001માં ભારતે કેન્યાને 231 અને વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝને 211 બોલ બાકી રહેતા હરાવ્યું હતું.
સાંઈ સુદર્શનના નામે વિશેષ સિદ્ધિ
સાઈ સુદર્શને સાઉથ આફ્રિકા સામેની પોતાની ODI ડેબ્યૂ મેચમાં શાનદાર ફિફ્ટી ફટકારી હતી. આ સાથે સાઈ સુદર્શન પોતાની ODI ડેબ્યૂમાં 50થી વધુ રન બનાવનાર ભારતનો ચોથો અને વિશ્વનો 17મો બેટ્સમેન બની ગયો છે.
ODI ડેબ્યૂમાં 50+ રન બનાવનાર ભારતીય
- 86 - રોબિન ઉથપ્પા વિ. ENG, 2006
- 100* - કેએલ રાહુલ વિ ZIM, 2016
- 55* - ફૈઝ ફઝલ વિ ZIM, 2016
- 55* - સાઈ સુદર્શન વિ SA, 2023*