ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાથી T20 સીરીઝ માટે ડરબન પહોંચી ગઈ છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમ સામે 8 નવેમ્બરથી શરૂ થઈ રહેલી 4 મેચની સિરીઝ જીતવાનો પડકાર હશે.


ભારતીય ખેલાડીઓ આ સિરીઝ જીતવા માટે મેદાનમાં ઉતરશે. પરંતુ, તે પહેલા તેની જનરલ નોલેજની પરીક્ષા થઈ હતી. જનરલ નોલેજ સંબંધિત સવાલ દક્ષિણ આફ્રિકા વિશે હતો, જેમાં એના સંબંધિત અનેક પ્રકારના સવાલો પૂછવામાં આવ્યા હતા.

ટીમ ઈન્ડિયાની જીકે ટેસ્ટ!

પ્રવાસ દરમિયાન ભારતીય ખેલાડીઓએ જ સવાલો પૂછ્યા અને જવાબો પણ આપ્યા. ખેલાડીઓએ એકબીજાને સવાલો અને જવાબો પૂછ્યા જે દક્ષિણ આફ્રિકા સાથે સંબંધિત હતા. પ્રવાસી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાઉથ આફ્રિકા વિશે કેટલું જાણે છે તે પણ સવાલોના ઘેરામાં બહાર આવ્યું છે.

 

ભારતીય ખેલાડીઓએ એકબીજાને ઘણા સવાલો પૂછ્યા. જેમ કે સાઉથ આફ્રિકાનું રાષ્ટ્રીય પ્રાણી આફ્રિકન હાથી છે - સાચું કે ખોટું?, દક્ષિણ આફ્રિકાની 11 સત્તાવાર ભાષાઓ છે - સાચી કે ખોટી? ટેબલ માઉન્ટેન જોહાનિસબર્ગમાં છે - સાચું કે ખોટું? પ્રવાસ દરમિયાન આવા 8 થી 10 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

ટીમ ઈન્ડિયા પહોંચી ડરબન

સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા હવે ડરબન પહોંચી ગઈ છે, જ્યાં તે ટૂંક સમયમાં પ્રેક્ટિસ કરતી જોવા મળશે. આ પ્રવાસમાં ભારતીય ખેલાડીઓ હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ જેવા ખેલાડીઓ પર નજર રહેશે. જો તે બધા પોતપોતાના અનુભવ મુજબ રમે તો ભારત સિરીઝ કબજે કરી શકે છે.

આ દિવસથી શરુ થશે T20 સિરીઝ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની20 સિરીઝની વાત કરીએ તો બંને વચ્ચે 8 નવેમ્બરે પ્રથમ મેચ રમાશે. બીજી T20 10 નવેમ્બરે રમાશે. આ પછી ત્રીજી T20 13 નવેમ્બરે રમાશે. જ્યારે આ પ્રવાસ 15 નવેમ્બરે જોહાનિસબર્ગમાં રમાનારી છેલ્લી T20 સાથે સમાપ્ત થશે.

  • Follow us on: