• ભારતીય ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની શરૂઆત દુલીપ ટ્રોફીથી થશે
  • BCCIએ દુલીપ ટ્રોફી માટે 4 ટીમો સામેલ કરવામાં આવી છે
  • આ ટૂર્નામેન્ટમાં ફિનિશર રિકું સિંહને સ્થાન મળ્યું નથી

ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહને તાજેતરમાં દુલીપ ટ્રોફી માટે જાહેર કરવામાં આવેલી 4 ટીમોમાં સામેલ કરવામાં આવ્યો નથી. જ્યારે કેએલ રાહુલ, રિષભ પંત, શુભમન ગિલ, શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને આ ટુર્નામેન્ટમાં રમવા માટે પસંદ કરવામાં આવ્યા છે.

રિંકુ સિંહની પસંદગી ન થવાને કારણે ક્રિકેટ ચાહકો નિરાશ દેખાય છે. લોકો જાણવા માગતા હતા કે રિંકુ સિંહને દુલીપ ટ્રોફીમાં કેમ રમાડવામાં આવ્યો નથી. હવે આ અનુભવી ખેલાડીએ પોતાની પસંદગી ન થવા પર પોતાનું મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે તેને કેમ પસંદ કરવામાં આવ્યો નથી.

T20 વર્લ્ડકપની ટીમમાં પણ સ્થાન મેળવી શક્યો નથી

રિંકુ સિંહે T20 ક્રિકેટમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. વિસ્ફોટક બેટ્સમેન તરીકે લોકપ્રિયતા મેળવનાર રિંકુ સિંહની T20 વર્લ્ડકપ 2024ની ટીમમાં પસંદગી નિશ્ચિત માનવામાં આવી રહી હતી. પરંતુ, જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે તેને રિઝર્વ ખેલાડી તરીકે સ્થાન મળ્યું. BCCIના આ નિર્ણય પર રિંકુ સિંહના ફેન્સ નારાજ દેખાઈ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ઘણી વખત ભારપૂર્વક કહ્યું હતું કે મુખ્ય ટીમમાં રિંકુ સિંહનો સમાવેશ ન કરવો એ દુર્ભાગ્યપૂર્ણ છે.

દુલીપ ટ્રોફીમાં પણ અવગણવામાં આવી

હાલમાં જ BCCIએ દુલીપ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી છે. દુલીપ ટ્રોફી માટે જાહેર કરાયેલી 4 ટીમોમાં ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેએલ રાહુલ, રિષભ પંત, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા અને સૂર્યકુમાર યાદવ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ હાજર છે. જોકે, આ ટૂર્નામેન્ટમાં રિંકુ સિંહની પસંદગી ન થતાં તેના ચાહકો ફરી નિરાશ થયા હતા.

રિંકુ સિંહે શું કહ્યું?

રિંકુ સિંહે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેને દુલીપ ટ્રોફી માટે કેમ પસંદ કરવામાં ન આવ્યો. રિંકુ સિંહે કહ્યું કે તેણે ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કર્યું નથી. તેણે ઘણી રણજી મેચો પણ રમી ન હતી, માત્ર 203 મેચ રમી હતી અને તેમાં પણ તેણે અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું ન હતું. આ જ કારણ છે કે તેને આ ટૂર્નામેન્ટ માટે કોઈપણ ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. પરંતુ તેને પૂરી આશા છે કે આવનારી મેચોમાં તેની ટીમમાં પસંદગી થશે.

IPL 2025માં રિંકુ સિંહ કઈ ટીમ માટે રમશે?

રિંકુ સિંહ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમે છે. તે ટીમનો સ્ટાર ખેલાડી છે, તેથી આઈપીએલ 2025ની મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝી તેને રિટેન કરી શકે છે. જો કે, તેને પૂછવામાં આવ્યું કે જો KKR તેની સાથે અલગ થવાનું નક્કી કરે તો તે કઈ ટીમ સાથે રમવાનું પસંદ કરશે. તેના જવાબમાં રિંકુ સિંહે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નામ લીધું હતું. તેણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું કે વાસ્તવમાં વિરાટ કોહલી તે ટીમમાં છે, તેથી તે તે જ ટીમમાં સામેલ થવા માંગે છે.

  • Follow us on: