ભારતની સ્ટાર જિમ્નાસ્ટ દીપા કર્માકરે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ માહિતી તેણે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. દીપાએ એક લાંબી પોસ્ટ લખી છે. તેણે કહ્યું કે આ નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો અને ખૂબ વિચાર કર્યા પછી જ આ નિર્ણય લીધો છે. દીપાએ નિવૃત્તિનું કારણ પણ જણાવ્યું છે. તેણે પત્રમાં લખ્યું છે કે હવે તેની શારીરિક સ્થિતિ પહેલા જેવી નથી. એશિયન જિમ્નેસ્ટિક ચૅમ્પિયનશિપ એક ટર્નિંગ પૉઇન્ટ રહી છે. દીપાએ જે પત્ર શેર કર્યો છે, તેમાં તેના બાળપણની વાત પણ જણાવી છે.


દીપા કર્માકરે નિવૃત્તિની જાહેરાત કરી

દીપાએ ભારત માટે ઘણા મેડલ જીત્યા છે. તેણે X પર એક પત્ર શેર કર્યો છે. આ પત્રમાં દીપાએ તેની પીડા પણ વ્યક્ત કરી છે. તેણે લખ્યું, 'ઘણા વિચાર કર્યા પછી જ મેં નક્કી કર્યું છે કે હું જિમ્નાસ્ટિક્સમાંથી નિવૃત્તિ લઈ રહી છું. આ નિર્ણય સરળ ન હતો. પરંતુ હવે યોગ્ય સમય આવી ગયો છે. જિમ્નેસ્ટિક્સ મારા જીવનનો સૌથી મોટો ભાગ રહ્યો છે. મને યાદ છે કે પાંચ વર્ષની દીપા જેને કહેવામાં આવ્યું હતું કે તે સપાટ પગના કારણે ક્યારેય જિમ્નાસ્ટ બની શકતી નથી. આજે હું સિદ્ધિઓ જોઈને ખૂબ જ ગર્વ અનુભવું છું.

દીપાએ જણાવ્યું નિવૃત્તિનું કારણ

દિપા કર્માકરે પત્રમાં નિવૃત્તિનું કારણ પણ જણાવ્યું છે. તેણે લખ્યું, 'મારી છેલ્લી જીત, તાશ્કંદમાં એશિયન જિમ્નેસ્ટિક ચેમ્પિયનશિપ, એક ટર્નિંગ પોઈન્ટ હતો. ત્યાં સુધીમાં મને લાગ્યું કે હું મારા શરીરને વધુ આગળ ધપાવી શકીશ. પરંતુ ક્યારેક આપણું શરીર આપણને કહે છે કે આરામ કરવાનો સમય આવી ગયો છે. પણ દિલ હજી પણ સહમત નથી.

દીપા કર્માકરે ભારત માટે ગોલ્ડ જીત્યો 

દીપાએ ભારત માટે ઘણા મેડલ જીત્યા છે. તેણે એશિયન ચેમ્પિયનશિપ 2024માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે અગાઉ 2015માં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દીપાએ કોમનવેલ્થ ગેમ્સ 2014માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે વર્લ્ડકપ 2018માં ગોલ્ડ જીત્યો હતો. આ વર્ષે બ્રોન્ઝ પણ જીત્યો હતો.


  • Follow us on: