• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં વનડે વર્લ્ડકપનું કરાયું આયોજન
  • મોહમ્મદ શમી ભારતીય ટીમ માટે મહત્વનો ખેલાડી

ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઘરેલૂ જમીન પર રમાનારા વનડે વર્લ્ડકપમાં મહત્વના સાબિત થઈ શકે છે. તે ભારત માટે 2015 અને 2019નો વનડે વર્લ્ડકપ રમ્યો હતો. જેથી તેનો અનુભવ ટીમ માટે મહત્વનો સાબિત થઈ શકે છે. જો કે, આ વખતે વર્લ્ડકપમાં શમી અને શાર્દુલ ઠાકુર વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. શાર્દુલ બોલિંગ સાથે નીચલા ક્રમમાં બેટિંગ પણ કરી શકે છે.

છેલ્લા 2 વર્લ્ડકપમાં શમીએ કર્યું કમાલનું પ્રદર્શન

2015 અને 2019 બંને વર્લ્ડકપમાં શમીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંને વર્લ્ડકપમાં શમીએ 31 વિકેટ લીધી હતી. જે એક્ટિવ ભારતીય ફાસ્ટ બોલરમાં સૌથી વધુ છે. સાથે ભારત માટે ઓવરઓલ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની વાત કરવામાં આવે તો, તે શમી તેમાં સંયુક્ત રીતે ચોથા સ્થાને આવે છે. આ લિસ્ટમાં પ્રથમ નંબર 44 વિકેટ સાથે પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન છે. સાથે જવાગલ શ્રીનાથે પણ વર્લ્ડકપમાં ભારત માટે 44 વિકેટ લીધી છે.

કુંબલે અને શમીએ લીધી 31-31 વિકેટ

અનિલ કુંબલે અન શમીએ ભારત માટે 31-31 વિકેટ લીધી છે. આ લિસ્ટમાં કપિલ દેવ 28 વિકેટ સાથે 5માં સ્થાને આવે છે. હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, વર્લ્ડકપમાં શમીને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામં આવશે કે નહીં. ઉલ્લેખનીય છે કે, શમીએ વર્લ્ડકપ 2019માં અફઘાનિસ્તાન વિરુદ્ધ હેટ્રીક લીધી હતી.

બુમરાહ-સિરાઝ કરી શકે છે કમાલ

વર્લ્ડકપમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ અને મોહમ્મદ શમી કમાલ કરી શકે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવામાં આવેલી વનડેમાં શમીએ 5 વિકેટ લીધી હતી. સાથે સિરાઝે એશિયા કપની ફાઈનલ મેચમાં 6 વિકેટ લઈને કમાલ કર્યો હતો. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ પરત આવ્યા બાદ લયમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં આ ત્રણેય બોલર ભારત માટે મહત્વના સાબિત થઈ શકે છે.

  • Follow us on: