• આ દિવસોમાં ગુજરાતમાં વરસાદને કારણે ખૂબ જ ખરાબ સ્થિતિ
  • ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ આ પૂર જેવી સ્થિતિમાં ફસાઈ
  • રાધા યાદવને NDRFની ટીમે તેને સમયસર બચાવી હતી

આ દિવસોમાં ગુજરાતમાં વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટર પણ આ પૂર જેવી સ્થિતિમાં ફસાઈ ગઈ હતી પરંતુ NDRFની ટીમે તેને સમયસર બચાવી લીધી હતી. જે બાદ મહિલા ક્રિકેટરે પણ NDRFનો આભાર માન્યો હતો. વાસ્તવમાં વરસાદ બંધ થયા બાદ વડોદરામાં વિશ્વામિત્રી નદીનો બાંધ તૂટતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું હતું. જેના કારણે મહિલા ક્રિકેટ ખૂબ જ ખરાબ સ્થિતિમાં ફસાઈ ગઇ હતી.

રાધા યાદવે NDRFનો માન્યો આભાર

ગુજરાતના વડોદરામાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જે બાદ ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ આ પૂરમાં ખરાબ સ્થિતિમાં ફસાઈ ગઈ હતી. રાધા યાદવે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં પૂરના પાણીનો મોટો જથ્થો જોવા મળી રહ્યો છે. આ સિવાય NDRFના જવાનો પણ પૂરમાં ફસાયેલા લોકોને બચાવતા જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં રાધા યાદવે લખ્યું છે કે અમે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ફસાયા છીએ. અમને બચાવવા માટે NDRFનો ખૂબ ખૂબ આભાર.


ગુજરાતમાં વરસાદને કારણે સ્થિતિ વણસી

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગુજરાતમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. પૂરના કારણે ગુજરાતને પણ ઘણું નુકસાન થયું છે, જ્યારે NDRFની ટીમ સતત રાહત કાર્યમાં લાગેલી છે.

ઈરફાન પઠાણે પણ ટ્વીટ કર્યું

વડોદરામાં બગડતી પરિસ્થિતિને લઈને ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પણ લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપી છે. ઈરફાને વડોદરાના લોકોને પોતાના ઘરની અંદર રહેવાની અપીલ કરી છે.


  • Follow us on: